અમદાવાદ સામૂહિક હત્યા કાંડ મામલે મોટો ખુલાસો : જયંત દાફડા Ahmedabad અમદાવાદ : અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ગત 29 તારીખના રોજ એક જ પરિવારના ચાર મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક રીત સામૂહિક આત્મહત્યા Suicide ની લાગતી ઘટના મામલે પોલીસે ઉંડી તપાસ આદરી હતી. પોલીસે મૃતદેહો પર થયેલા ઈજ્જાના નિશાન જોઈને જ આ ઘટના આત્મહત્યા નથી પણ હત્યા Murder છે તેવો તાગ મેળવી લીધો હતો. બાદમાં પોલીસે તપાસ આદરતા ઘરનો મોભી સભ્ય વિનોદ મરાઠી આ બનાવ બાદ ગાયબ હોવાની જાણ મળી હતી. પોલીસને તુરંતુ જ શંકા થતા વિનોદ મરાઠીની શોધખોળ કરી તેને ઝડપી લીધો હતો.
સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ Ahmedabad Crime Branch દ્વારા આરોપી વિનોદને ઘટનાના 48 કલાકમાં દબોચી લેવાયો છે. અમદાવ પોલીસે આરોપીને ઈન્દૌર-અમદાવાદ હાઈ-વે પરથી ઝડપ્યાની માહિતી આપી હતી. આરોપી વિનોદ અમદાવાદથી સુરત Surat અને સુરતથી ઈન્દૌર Indore નાસી ગયો હતો. પરંતુ જ્યારે તે ઈન્દૌરથી પરત અમદાવાદ Amdavad આવી રહ્યો તે દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી ધરપકડ કરી લીધી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદના ઓઢવ વિસ્તારની દિવ્યપ્રબા સોસાયટીમાં રહેતો વિનોદ ટેમ્પો ચલાવી તેમજ તેની પત્ની સિલાઈ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દરમિયાન વિનોદની પત્નીને તેનો દિકરો એક વખત માતાને અન્ય યુવક સાથે જોઈ ગયો હતો. બાદમાં દિકરાએ આ વાતની જાણ પિતા વિનોદને કરી હતી. આ વાતની જાણથી ગીન્નાયેલા પતિ વિનોદે પત્નીની હત્યાનો પ્લાન ઘડ્યો હતો.
Crime News Gujarati/દિકરાને શ્રીખંડ દીકરીને ગુટખા લેવા મોકલી પત્નીને આપ્યુ મોત
વિનોદ સહ પરિવાર રહેતો હોય તેની પત્નીની હત્યા પહેલા તેને એક બાળકને શ્રીખંડ લેવા અને બીજી દિકરીને ગુટખા લેવા મોકલી હતી. ત્યાર બાદ પત્નીનું મર્ડર કરવા તેની આંખે પટ્ટી બંધી દઈ તેને સરપ્રાઈઝ આપવાનું બહાનું કર્યું હતું. બાદમાં વિનોદે 5-6 ઘા મારી પત્નીની હત્યા કરી નાખી હતી. દરમિયાન બંને બાળકોને આવતાની સાથે જ ખંજરના ઘા મારી હત્યા કરી હતી. તેમજ તેની વડ સાસુ પત્નીને ચડાવતી હોય તેવી શંકા હોવાથી વિનોદે તેનું પણ કાસળ કાઢી નાખ્યું હતુ. બાદમાં તે પોતાના ઘરે તેની સાસુને લાવ્યો હતો.
ઘરમાં રહેલા મૃતદેહોને ઠેકાણે કરી લોહીના ડાઘા સાફ કરી વિનોદ તેની સાસુને પોતાના ઘરે લાવ્યો હતો. પરંતુ પહેલાથી જ 4 હત્યા કરી નાખી હોય પાંચમી હત્યા કરી નાખી હોય હિમ્મત રહી ન હોય તેને સાસુને ગળાના ભાગે હળવા ઘા માર્યા હતા પરંતુ પોલીસને કંઈ ન કહેવાની શરતે તેને છોડી મુક્યા હતા.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે પત્નીના મર્ડર કર્યા પછી પોલીસ તેને પકડી લેશે ત્યાર બાદ તેના સંતાનનું શું થશે તે વિચાર કરીને તેના દીકરા અને દીકરીને પણ છરીના ઘા મારી દીધા હતા. જે બાદ વડ સાસુ પત્નીને તેના વિરુદ્ધ ચઢાવતી હતી જેથી તેણે વડ સાસુને પણ બોલાવીને મારી નાંખ્યા હતા. હત્યા કર્યા બાદ એકપ્રેસ હાઇવેથી સુરત જતો રહ્યો હતો. જ્યાં તેને એક હોટેલમાં રાત્રિ રોકાણ કર્યું હતું. તેની પાસે તેની પત્નીનું મંગળસૂત્ર હોવાથી તેને વેચવા માટે અને તેના પત્નીના પ્રેમીની હત્યા કરવા માટે પાછો અમદાવાદ આવ્યો હતો. પરંતુ તેને વિચાર આવ્યો કે ચાર મર્ડર કર્યા છે તો પોલીસ તેને શોધતી હશે. જેથી તે ગીતામંદિરથી ઈન્દોર જતો રહ્યો હતો. ગઈકાલે તે ઇન્દોરથી અમદાવાદ આવી રહ્યો હતો. તે દરમિયાન પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
વિનોદ અમદાવાદ આવી રહ્યો હોવાની જાણ ક્રાઇમ બ્રાન્ચને થતાં પોલીસ ઇન્સ્પેક્ટર સી.બી. ટંડેલ અને તેમની ટીમે ટેકનિકલ એનાલિશિસના આધારે અમદાવાદ- ઈન્દોર હાઇવે પર વોચ રાખી હતી. વિનોદ પાસે તેનો મોબાઈલ ઉપરાંત તેની પત્ની, દીકરા અને દીકરીનો મોબાઈલ જોડે હોવાથી વારંવાર કોઈ એક મોબાઈલ ચાલુ રાખીને અન્ય મોબાઈલ બંધ કરી દેતો હતો. જેથી પોલીસ માટે પણ એક પડકાર ઊભો થયો હતો. જેથી પોલીસે દાહોદ પાસે હાઇવે રોડ બ્લોક કરીને દરેક વાહનોની તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન વિનોદ એસ.ટી. બસમાંથી મળી આવ્યો હતો.