Homeસ્પોર્ટ્સરવિન્દ્ર જાડેજાને મળ્યું CSK નું સુકાની પદ, રૈનાએ આપી ભાવુક કરતી પ્રતિક્રિયા

રવિન્દ્ર જાડેજાને મળ્યું CSK નું સુકાની પદ, રૈનાએ આપી ભાવુક કરતી પ્રતિક્રિયા

-

Sports News Gujarati આજના તાજા સમાચાર ગુજરાત : શનિવારથી શરૂ થઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ પહેલા ગુરૂવારે મહેન્દ્ર સિંહ ધોની Mahendrasing Dhoniચેન્નાઈ સુપર કિંગ્સ CSK નું સુકાની પદ રવિન્દ્ર જાડેજા Ravindra Jadeja ને સોંપી છે. ધોનીએ કેપ્ટનશીપ જાડેજાને સોંપ્યા બાદ ધોનીએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી હતી. ધોનીના જૂના સાથી ક્રિકેટર સુરેશ રૈના Suresh Raina એ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમાં રૈનાએ ટ્વિટ કરી કહ્યું કે, મારા ભાઈ માટે રોમાંચિત છું, અમે બંને જે ફ્રેન્ચાઇઝીમાં ઉછર્યા છીએ તેની લગામ સંભાળવા માટે હું આનાથી વધુ સારી રીતે કોઈના વિશે વિચારી શકતો નથી. ઓલ ધ બેસ્ટ જાડેજા. આ એક રોમાંચક તબક્કો છે અને મને ખાતરી છે કે તમે બધી અપેક્ષાઓ પર ખરા ઉતરશો. ક્રિકેટ Cricket

IPL ની રીટેન્શન પ્રક્રિયા દરમિયાન રૂપિયા ૧૫ કરોડ આપી CSK ફ્રેન્ચાઇઝીએ રવિન્દ્ર જાડેજા Ravindra Jadeja ને રીટેન કર્યો હતો. તેમજ મહેન્દ્રસિંહ ઘોની રૂપિયા 12 કરોડ આપવામાં આવ્યા હતા. પરંતુ હવે 14 વર્ષના લાંબા સમયગાળા બાદ CSK નું સુકાની પદ અન્ય કોઈ કરવા જઈ રહ્યાં છે.  ધોનીના સુકાની કાળમાં CSK ચાર વખત આઈ.પી.એલ.નો ખિતાબ જીતવામાં સફળ રહી હતી. ગત સિઝનની જ વાત થાય તો તેમાં પણ માહીની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા આઈપીએલનો ખીતાબ જીતવામાં સફળતા હાંસલ થઈ હતી.

Cricket News Gujarati રવિન્દ્ર જાડેજાને મળ્યું CSK નું સુકાની પદ

https://twitter.com/ImRaina/status/1506937733553410052?s=20&t=CzocXisMDUrzbVadMYczRA

ઉલ્લેખનીય છે કે, જાંબાઝ ક્રિકેટર મહેન્દ્રસિંગ ધોનીએ ચેન્નાઈ સુપરકિંગ્સની 204 મેચમાં આગેવાની કરી છે. જેમાં ટીમે 121 મેચ જીતી છે તેમજ 82 મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. પંરતુ 4 વખત IPL નો ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતવામાં સફળતા મળી હતી.

જો વાત થાય એકથી વધારે વખત IPL નો ખીતાબ જીતવાની થાય તો,IPL ના ઈતિહાસમાં રોહિત શર્મા, ગંભીર અને ધોની જ એવા 3 કેપ્ટન છે જેમની કેપ્ટન્સીમાં ટીમે એકથી વધુ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના CEO એ રિવન્દ્ર જાડેજાને સુકાની પદ સોંપવા બાબતે વાત કરતા કહ્યું કે, “રવિન્દ્ર જાડેજા કદાચ હાલનો શ્રેષ્ઠ ઓલરાઉન્ડર છે, તે ટીમ સાથે રહ્યો છે અને તે ટીમની સંસ્કૃતિ જાણે છે, તે કેપ્ટનશિપ સંભાળવા માટે સક્ષમ છે. ધોની ટીમમાં યથાવત્ રહેતાં જાડેજા પાસે હંમેશા માર્ગદર્શક બળ રહેશે. મને લાગે છે કે તે એક સારું સંયોજન હશે.”

ગુજરાતી સમાચાર વાંચો News Gujarati

પૂર્વ મંત્રી જશા બારડ પર 45 દુકાનોના કૌભાંડનો આક્ષેપ કરતા ચેતન બારડ: સુત્રાપાડા

ઉંઘતી રાજકોટ મનપાના લીધે રખડતા ઢોરે એક પરિવારનો માળો વિખેર્યો !

Today’s Rashi in Gujarati આજનું રાશિ ભવિષ્ય ગુજરાતીમાં

Must Read