Cricket News Gujarati :રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (Saurashtra Cricket Association)ના સ્ટેડિયમ ખાતે ટીમ સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઑફ ઈન્ડિયા વચ્ચે ઈરાની ટ્રોફી (Irani trophy) ક્રિકેટ મેચ રમાઈ રહી છે. દરમિયાન સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઑફ ઈન્ડિયા (Rest Of India)ના ખેલાડી બેટ્સમેન મયંક અગ્રવાલ (Batsman Mayank Agarwal)ને માથામાં બોલ વાગતા થોડી ક્ષણો માટે સૌના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.
મહત્વના સમાચાર મળ્યા છે કે, રાજકોટના ખંઢેરી ખાતે આવેલા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએસનના સ્ટેડિયમમાં ઈરાની ટ્રોફી દરમિયાન બેટ્સમન મંયકને માથમાં બોલ વાગ્યો હતો. બોલરે બોલનો થ્રો કરતાની સાથે જ બોલ મયંકના માથાના ભાગે અથડાયો હતો. બોલ વાગતા મંયક ઢળી પડ્યો હતો અને ગ્રાઉન્ડ પર દોડધામ મચી હતી.
વિડીયો- ઈ સીગારેટના કસ ખેંચી ગરબે ઘુમતી યુવતીનો વિડીયો વાયરલ વડોદરા
મયંકને બોલ વાગતા થોડી વાર માટે ક્રિકેટના મેદાનમાં હાજર સૌના શ્વાર અધ્ધર થઈ ગયા હતા. તુરંત જ ઈજાગ્રસ્ત મયંકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં નિદાન બાદ માહિતી મળી હતી કોઈ ગંબીર ઈજા નથી. તકેદારીના ભાગ રૂપે સ્કેનીંગ કરીને ખરાઈ કરતા મયંકને ગંભીર ઈજા નહીં હોવાનું સામે આવ્યું હતું.
વધુ વાંચો- રાજકોટમાં પૂર્વ ધારાસભ્યએ કર્યા વિજય રૂપાણી પણ ગંભીર આરોપ
ઉલ્લેખનીય છે કે, મેચમાં રેસ્ટ ઑફ ઈન્ડિયાના પ્લેયર મયંકે પહેલી ઈનિંગમાં 11 રન મેળવ્યા હતા. જ્યારે સૌરાષ્ટ્ર સામે રેસ્ટ ઑફ ઈન્ડિયાએ પહેલી ઈનિંગમાં 374 રન મેળવ્યા હતા. સાથે જ સૌરાષ્ટ્ર તરફે ચેતન સાકરિયાએ 5 વિકેટ મેળવી હતી. મહત્વની વાત છે કે પહેલી ઈનિંગમાં સૌરાષ્ટ્ર માત્ર 98 રન મેળવી આઉટ થઈ ગયું હતું. જ્યારે રેસ્ટ ઑફ ઈન્ડિયાના સરફરાજ ખાને 138 રન અને હનુમા વિહારીએ 82 રન મેળવ્યા હતા.