Homeગુજરાતકોરોના સહાયના ફોર્મ આ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી પછી જમા કરાવો.

કોરોના સહાયના ફોર્મ આ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી પછી જમા કરાવો.

-

કોરોનાને કારણે મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારોને અપાનારી રૂ. ૫૦ હજારની સહાયના ફોર્મ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી મામલતદાર કચેરી ખાતે ભરેલું ફોર્મ આપવા નાગરિકોને અનુરોધ…

રાજકોટ તા. ૨૪ નવેમ્બર – રાજયસરકારશ્રીના મહેસૂલ વિભાગ દ્વારા કોવિડ-૧૯ (કોરોના વાયરસ)ના કારણે મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારને રૂ.૫૦,૦૦૦/-(અંકે રૂ. પચ્ચાસ હજાર પૂરા)ની સહાય રાજયસરકાર દ્વારા આપવામાં આવશે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
કોરોના સહાયના ફોર્મની સેમ્પલ ઈમેજ છે – COVID19 SAHAY APPLICATION FORM

COVID19 SAHAY APPLICATION FORM GUJARAT

કોરોનાને કારણે મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારોને અપાનારી રૂ. ૫૦ હજારની સહાયના ફોર્મ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી મામલતદાર કચેરી ખાતે ભરેલું ફોર્મ આપવા નાગરિકોને અનુરોધ…

કોરોના સહાયના ફોર્મ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો – rajkot.gujarat.gov.in ત્યારબાદ વેબસાઈટ ખુલશે, અને તમને PDF ફોર્મની ફાઈલ મળશે.

આ સહાય મેળવવા ઇચ્છતા રાજકોટના નાગરિકોએ rajkot.gujarat.gov.in ની વેબસાઈટ ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરી જરૂરી દસ્તાવેજો સાથે શહેરી વીસ્તારમાં મામલતદાર કચેરી (પૂર્વ/પશ્ચિમ/દક્ષિણ) તેમજ તાલુકા કક્ષાએ સબંધિત તાલુકા મામલતદાર કચેરીમાં સંપૂર્ણ વિગતો સાથે ભરેલું ફોર્મ રજૂ કરવાનું રહેશે.

જેની રાજકોટ જિલ્લાની જાહેર જનતાને નોંધ લેવા નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કરની યાદીમાં જણાવાયું છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....