Covid and Omicron different ? : દેશ-દુનિયામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે કોરોનાનું રહસ્ય વધારે ગહેરાતું જણાય છે. કારણ કે દેશના એક વાયરોલોજીસ્ટના નિવેદન બાદ બે મહામારીની (Different Virus) વાતો ચાલવા લાગી છે. દેશના વિખ્યાત વાયરોલોજીસ્ટ ટી. જેકબ જ્હોનને (Indian Virologist T. Jacob John) ટાંકીને પ્રસિધ્ધ થયેલા એક અહેવાલથી આ વાત સામે આવી છે.
દેશના વિખ્યાત ટી જેકબ જ્હોનને ટાંકીને અહેવાલમાં જણાવાયુ છે કે, ઓમિક્રોન વાયરસ અને કોરોના મહામારી બંને અલગ છે. માટે એવું માનવુ જોઈએ કે આ બંને અલગ અલગ (Different) છે અને બંને મહામારી એક સાથે ચાલી રહી છે.
જ્હોન એ જણાવ્યું છ કે ઓમિક્રોન વાયરસ વુહાન-ડી 614 જી, આલ્ફા, બીટા ગામા, ડેલ્ટા, કપ્પા મ્યુ.થી પેદા થયેલા નથી તેવું નક્કી છે. પરંતુ વુહાન ડી 614 જી થી થોડો ફર્ક ઓમિક્રોનમાં છે અને મૂળ જાણી શકાયુ નથી.
કોરોના વાયરસ માણસના શ્વસન તંત્ર પર હુમલો કરે છે જ્યારે ઓમિક્રોમ માત્ર ગળાના ભાગ સુધી જ સીમિત રહે છે. ઉપરાંત જ્હોનએ કોરોનાની ત્રીજી લહેર બાબતે પણ જણાવ્યુ છે કે, મેટ્રો શહેરોમાં વધારે અસર જોવા મળશે અને સંક્રમણ જેટલી રફતારથી વધશે એટલી જ રફતારથી ઘટી પણ જશે.
Covid and Omicron different ! બે-બે મહામારી ચાલી રહી છે…
વાયરોલોજીસ્ટ જેકબ જ્હોનના તારણો
- ઓમિક્રોન કોરોનાથી તદ્દન અલગ છે
- કોરોના લોકોના શ્વસન તંત્ર પર હુમલો કરે છે
- ઓમિક્રોન માત્ર ગળાના ક્ષેત્રમાં જ અટકી જાય છે