Homeગુજરાતરાજકોટગાંધીગ્રામ PIને કોર્ટમાં હાજર રહેવા નોટિસ; મુદ્દામાલમાં સિંગતેલના બદલે કપાસિયા તેલનો મામલો

ગાંધીગ્રામ PIને કોર્ટમાં હાજર રહેવા નોટિસ; મુદ્દામાલમાં સિંગતેલના બદલે કપાસિયા તેલનો મામલો

-

રાજકોટ ન્યુઝ : રાજકોટ શહેર પોલીસ (Rajkot City Police)ના કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓ અવનવા વિવાદથી ધેરાતા રહ્યાં છે. ક્યારેક હવાલા કાંડ, જમીન કૌભાંડ તો ક્યારેક દારૂકાંડ પણ હવે જે કથિત કાંડનો આરોપ છે એ તો એકદમ હટકે હોય તેવું જણાય છે. જેમાં રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના કર્મચારી પર સત્ય બોલવા પર ફરિયાદીને જ માર માર્યાનો સણસણતો આક્ષેપ થયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, જાનકી ઑઈલ મીલ નામની પેઢીમાં સિંગતેલનો વેપારી કરતા ચંદ્રકાંતભાઈ જાદવજીભાઈ ભાગિયા પાસેથી સંજય પટેલ નામના આરોપીએ 34 ડબ્બા તેલ ખરીદ્યુ હતું. બાદમાં આ તેલના ડબ્બા માટેની ચૂકવવા પાત્ર રકમ રૂપિયા 94,870 ચૂકવાના બદલે આરોપી નાસી ગયો હતો. ત્યારે આ છેતરપિંડીની ઘટનાની પોલીસ ફરિયાદ વેપારી ચંદ્રકાંતભાઈના પુ્ત્ર રોહિતભાઈએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન (Gandhigram Police Station)માં નોંધાવી હતી. આ કેસમાં ફરિયાદીએ સત્ય માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરતા કથિત રીતે ગિન્નાયેલા પોલીસ અધિકારીએ પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખી માર માર્યાની ઘટનાની ફરિયાદ કોર્ટમાં કરવામાં આવી હતી. જે બાદ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.આઈ. જી.એમ. હડિયાને કોર્ટે નોટિસ ફટકારી સીસીટીવી ફૂટેજ સાથે કોર્ટમાં હાજર રહેવા ફરમાન કર્યુ છે.

વેપારીએ કરેલી ફરિયાદ બાદ આરોપી સંજય ભાગિયાને પોલીસે ઝડપી લેવામાં આવ્યોહતો. દરમિયાન આરોપીનું સાચુ નામ અલ્પેશ પરમાર હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું હતું. આ તપાસ દરમિયાન ફરિયાદી રોહિત ભાગિયા દ્વારા પરત મેળવવા અરજી કરવામાં આવી હતી. અદાલતના માધ્યમથી મુદ્દામાલ પરત મેળવવા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પહોંચેલા વેપારી પિતા-પુત્રની પોલીસે મુદ્દામાલ પરત આપી દીધાના કાગળો પર સહીઓ કરાવી હતી. આરોપીએ સિંગતેલના ડબ્બાની છેતરપિંડી કરી હતી અને પોલીસે ફરિયાદીને મુદ્દામાલમાં પરત કપાસિયા તેલના ડબ્બા પકડાવ્યા હતા.

પોતાનો મુદ્દામાલ નહીં હોય ફરિયાદી રોહિત અને તેના ભાઈએ સ્વિકાર કરવાનો ઈન્કાર કર્યો હતો. આ ઘટનાનું તેમણે મોબાઈલમાં પણ કથિત રીટે વિડીયો બનાવ્યો હતો. પરંતુ પોલીસે ફરિયાદીને ખોટો મુદ્દામાલ સ્વિકાર નહીં કરતા આરોપી જેવો વ્યવહાર કરી કથિત રીતે બેફામ ગાળો ભાંડી હતી. જ્યાં તેણે કહેવામાં આવ્યું હતું કે, જજ અને વકીલની હવામાં રહેતો નહીં, તું કેમ કોર્ટમાં ઉડ-0ઉડ કરતો હતો, તું મને ઓળખતો નથી, જજ અને વકીલ બંનેના કાળા કોટ ઉતરાવી દઇશ, હું કંઇ જજ કે કોર્ટના બાપનો નોકર નથી, હું બહુ ખતરનાક છું, તને અને તારા પરિવારને જીવવા નહીં દઉં તેમ કહી ઢોરમાર માર્યો હતો.

ફરિયાદીને જો બહાર નિકળી ગોંધી રાખ્યા અને માર માર્યાની વાત કરવામાં આવશે તો કથિત રીતે હત્યાની ધમકી મળ્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. આ બળજબરી પૂર્વક બદલી નાખેલો મુદ્દામાલ આપી દેવામાં આવ્યો હતો. જે મામલે ફરિયાદીએ કોર્ટમાં લેખિત ફરિયાદ કરવામાં આવતા કોર્ટે કડક વલણ અખત્યાર કર્યું છે. જેમાં ફિરયાદીના વકિલે રજૂઆત કરી હતી કે, રાજ્ય સેવક દ્વારા વકીલ અને જજ વિરુદ્ધ બોલવામાં આવેલા શબ્દો ન્યાયતંત્રની ગરિમાને ઠેસ પહોંચાડી છે. મુદ્દામાલ બદલી નાંખ્યાનો એક માત્ર પુરાવો મોબાઇલ શૂટિંગ હતો. જે મોબાઇલ ઝૂંટવી તેમાનો વીડિયો ડિલીટ કરી નાંખી પુરાવાનો નાશ કરી નાખ્યો છે.

અદાલતે ગંભીર પ્રકારની ફરિયાદને ધ્યાને લઈ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.આઈ. જી.એમ. હડિયાને પોલીસ મથકના ગ્રાઉન્ડ ફ્લોર, સેકન્ડ ફ્લોર, ડી સ્ટાફ રૂમના બપોરના 3.30થી સાંજના 7.30 વચ્ચેના સમયના સીસીટીવી ફૂટેજ સાથે કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે.

વધુ વાંચો- વૃધ્ધના હાથમાંથી થેલી ઝૂંટવી રૂપીયા પોણા બે લાખની લૂંટ: મોરબી

Must Read