Homeમનોરંજનજુઓ ઉત્સાહમાં આવી ફાયરીંગ કરતા નવદંપતીનો વિડીયો.

જુઓ ઉત્સાહમાં આવી ફાયરીંગ કરતા નવદંપતીનો વિડીયો.

-

લગ્નો એવા પ્રસંગો છે જ્યાં લોકો વધુ ઉત્સાહમાં આવી જતા હોય છે, અને આવું ગેરકાનૂની કામ કરી બેસતા હોય છે. સેલિબ્રેટરી ફાયરિંગ એ આવી જ એક પ્રથા છે જે ભારતના કેટલાક ભાગોમાં પ્રચલિત છે જ્યાં લોકો લગ્નના પંડાલો અને બારાતમાં નૃત્ય કરતી વખતે અને આનંદ માણતી વખતે હવામાં હથિયારથી ફાયરીંગ કરતા હોય છે.

દેશમાં હવામાં આવા ગોળીબાર કરવા પર પ્રતિબંધ છે અને તેનાથી ભયાનક અકસ્માતો પણ થઈ શકે છે, અને તેમાં અન્ય લોકોનું જીવ જોખમમાં મુકાતો હોય છે. સેલિબ્રેશન ફાયરિંગને કેટલાક ટીવી શો અને મૂવીઝમાં પણ દર્શાવવામાં આવ્યા છે, અને ઘણા OTT પ્લેટફોર્મની સીરીઝોમાં બતાવામાં આવતા હોય છે.

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ શહેરમાં બનેલી આવી જ એક ઘટના કેમેરામાં કેદ થઈ છે જેમાં લગ્ન મંડપમાં ઉભેલું કપલ હવા ધાય-ધાય કરી હવામાં ગોળીબાર કરતુ હોય તેવો વીડિયો ઝડપથી વાયરલ થયો. પરંતુ હવે આ ગંભીર પ્રકારનું કૃત્ય નવદંપતીને મુશ્કેલીમાં મૂકી શકે છે.

એક અગ્રણી દૈનિક અનુસાર ગાઝિયાબાદના કોતવાલી વિસ્તારમાં લગ્નમાં ગોળીબારની ઘટના રવિવાર (12 ડિસેમ્બર)ની છે. સંપૂર્ણપણે તેમના ચમકદાર વેડિંગ પોશાકમાં સજ્જ યુગલ સ્ટેજ પર ઊભું જોવા મળે છે અને વરરાજા તેના હાથમાં પિસ્તોલ લે છે અને તેની પત્નીનો હાથ પકડી બન્ને નવદંપતી ખુશીથી હવા ફાયરીંગ કરતા હોય તેવું દ્રશ્ય જોવા મળે છે.

Couple fires pistol during wedding in viral video watch

વધુ વાયરલ વિડીયો જુઓ – પ્લેનને ધક્કા મારતા ટોળાનો વાયરલ વિડીયો જુઓ

વધુ વાયરલ વિડીયો જુઓ – Viral Video નદીમાં ડૂબતી મહિલાને બચાવતા સ્થાનિક નાવિકો…

  • હવા ફાયરીંગ કરતી વખતે તેની પત્ની હાથ પકડી રાખે છે અને તેઓ સાથે મળીને ગોળીબાર કરે છે જેમકે કાયદાઓનો કોઈ ડરના હોય તેવીરીતે કેમેરા સામે સ્મિત કરે છે
  • અને ત્યારબાદ બંદૂક હાજર રહેલા એક વ્યક્તિને સોંપે છે.
  • અને લગ્નમાં આવેલા મહેમાનો તાળીઓના ગડગડાટ અને સીટીઓ વગાડી આ ગેરકાનૂની કામની સરાહના કરે છે.

સદનસીબે આ બેજવાબદારી ભર્યા કૃત્યમાં કોઈને ઈજા થઈ ન હતી. જો કે વાયરલ વીડિયોએ સ્થાનિક પોલીસનું ધ્યાન ખેંચ્યું હતું જે હવે આ ઘટનાની તપાસ કરી રહી છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ અહેવાલ મુજબ દૈનિકને જણાવ્યું હતું કે સત્તાવાળાઓ જાગરૂકતા ફેલાવવા છતાં યુપીમાં લગ્નોમાં ઉજવણીમાં ગોળીબારને કારણે નિર્દોષ લોકો ઘાયલ થાય છે અથવા મૃત્યુ પામે છે તેવી ઘટનાઓ બનતી રહે છે. પોલીસે કહ્યું છે કે તે ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરશે.

Must Read