Homeગુજરાતરાજકોટજાણો અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા જિલ્લામાં શું પ્રતિબંધો લગાવ્યા ?

જાણો અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા જિલ્લામાં શું પ્રતિબંધો લગાવ્યા ?

-

Corona Virus : હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ(Additional District Magistrate) કે.બી.ઠક્કર દ્વારા જીલ્લામાં પ્રતિબંધો ફરમાવામાં આવ્યા…

રાજકોટ(Rajkot) જિલ્લામાં હાલની પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને લેતા નોવેલ કોરોના વાઇરસ (COVID-19)નું સંક્રમણ અટકાવવા તેમજ આમ જનતા દ્વારા સભા, સરઘસ, આંદોલન, રેલીની શક્યતા હોય, આ સમય દરમિયાન રાજકોટ જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર રાજકોટ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી.ઠક્કર દ્વારા રાજકોટ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.24-12-2021 સુધી સક્ષમ અધિકારીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યકિતઓએ એકત્રિત થવા પર કે કોઇ સભા ભરવા પર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવેલ છે.

omicron Restrictions imposed by the Additional District Magistrate rajkot
Restrictions imposed by the Rajkot Additional District Magistrate….

આ હુકમ સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિતને – સંસ્થાને, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતને, કોઇ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યકિતને, કોઇ સ્મશાન યાત્રાને, સરકારશ્રીના વિવિધ વિભાગો, બોર્ડ-નિગમ દ્વારા આયોજીત કાર્યક્રમોને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે.

Must Read