Homeરાષ્ટ્રીયવધતા કોરોના કેસો વચ્ચે કેન્દ્રએ તમામ રાજ્યો માટે આ એડવાઈઝરી જાહેર કરી...

વધતા કોરોના કેસો વચ્ચે કેન્દ્રએ તમામ રાજ્યો માટે આ એડવાઈઝરી જાહેર કરી ?

-

અમદાવાદ Ahmedabad: રાજ્ય સહિત દેશમાં કોરોનાના (Corona) કેસો વધી રહ્યા છે. રાજ્ય સરકારના કાર્યક્રમોની વણઝાર જોતા સરકાર કેટલી ગંભીર છે તેની સ્થિતીનો તાગ મેળવી શકાય છે. રાજકોટમાં મુખ્યમંત્રીના શો (CM Road show Rajkot) બાદ અચાનક કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર રાજ્યોને સતત ગાઈડલાઈન (Guideline update) આપતી રહે છે તેમ આજે પણ કેન્દ્ર એ એડવાઈઝરી જાહેર કરી છે.

કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પત્ર લખી એડવાઈઝરી જાહેર કરી વધતા સંક્રમણ અંગેની તપાસ માટે સૂચનો કર્યા છે. સાથે જ કોરોના વાયરસના વધતા સંક્રમણને કાબુમાં લેવા માટે કેટલાક દિશા નિર્દેશો પણ આપ્યા છે.

લોજીસ્ટિક, ઑક્સિજન અને દવાના સ્ટોક સહિતની બાબતોની સક્ષિક્ષા કરી લેવાની સલાહ.

સ્વાસ્થ્ય સચિવે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કોરોનાના કેસમાં વૃધ્ધી થઈ શકે છે માટે આવનાર સમયમાં હેલ્થ કેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મુશ્કેલી આવી શકે છે. માટે ગ્રાઉન્ડ પર ફિલ્ડ લેવલે અસ્થાથી હોસ્પિટલ ઉભી કરવામાં આવે તેની સાથે-સાથે જિલ્લા કક્ષાએ પણ સર્વેલન્સ કરવાની વ્યવસ્થા સક્રિય કરવામાં આવે.

સ્વાસ્થ્ય સચિવે રાજ્યોને અસ્થાયી હોસ્પિટલો બનાવવા તેમજ કોરોના કેસ પર નજર રાખવા માટે કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવાની સલાહ આપી છે. આ સાથે જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂપ ઉભા કરી કોવીડ ડેડિકેટેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સમિક્ષા કરી લેવાની સલાહ પણ આપી છે.

દેશમાં કોરોનાના વધતા કેસોને ધ્યાને રાખી કેન્દ્ર સરકાર દ્વારા પગલા લેવા જરૂરી બની ગયા છે. ત્યારે ગત શુક્રવારના રોજ સ્વાસ્થ્ય સચિવ રાજેષ ભૂષણ તેમજ આઈ.સી.એમ.આર.ના બલરામ ભાર્ગવ દ્વારા તમામ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને 24 કલાક રેપિડ એન્ટિજન ટેસ્ટીંગ બુથ શરૂ કરવા નિર્દેશ આપવામાં આવ્યા હતા. તેમજ મેડિકલ-પેરામેડિકલ સ્ટાફની પણ વ્યસ્થા રાખી સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીને હૉમ ટેસ્ટ કિટનો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપવા જણાવ્યું હતુ.

Must Read