Homeરાષ્ટ્રીયતમે ભારતના સંતાન હોય તો ગોડસે મુર્દાબાદ લખીને મોકલો વિશ્વ હિંદૂ પરિષદને...

તમે ભારતના સંતાન હોય તો ગોડસે મુર્દાબાદ લખીને મોકલો વિશ્વ હિંદૂ પરિષદને કુનાલ કામરાનો ખુલ્લો પત્ર

-

Viral News Gujarati : દેશના વિખ્યાત સ્ટેન્ડ અપ કોમેડિયન કુનાલ કામરા (Kunal Kamra) નો શો ગુડગાંવમાં યોજાયેલો શો થાય તે પહેલા જ રદ્દ થયો છે. કુનાલ કામરાનો શો રદ્દ થયા બાદ તેમણે ટ્વિટ કરેલો પત્ર વાયરલ (Latter to Vishv Hindu Parishad) થયો છે. જેમાં કુનાલ કામરાએ હિંદૂ પરિષદને સંબોધી એક પત્ર ટ્વિટ કરી જણાવ્યું છે કે, ‘હું આપના નામ સાથે વિશ્વ એટલે નથી લગાવતો કારણ કે મને નથી લાગતું કે વિશ્વના હિંદૂઓને તમને ધર્મના ઠેકેદારી આપી છે. આ તમે ખુદથી કર્યું છે, ચાલો છતાં કોઈ વાંધો નહીં.’

આ સાથે જ તેમણે લખ્યું છે કે, ‘શો ક્લબનો માલીકને ધમકી આપી આ શો કેન્સલ કરાવાયો છે. માલીક બીચારાને શું દોષ આપવો તેને બીઝનેસ કરવો છે, ગુંડા સાથે માથાકુટ કેમ કરે.’

કુનાલ કામરાએ ટ્વિટર પર એક પત્ર પોસ્ટ કર્યો છે. જે પત્રત હિંદૂ પરિષદને સંબોધીત કરી લખવામાં આવ્યો છે. જેમાં તેમણે આક્ષેપ કર્યો છે કે તેમના ગુડ ગાંવના શોને બંધ કરવા માટે ક્લબના માલિકને ધમકી આપવામાં આવી હતી. ‘બીઝનેસ કરવા વાળો ક્યાં ગુડા સાથે માથાકુટમાં પડવાનો છે, કે નથી તે પોલીસ પાસે જવાનો. પોલીસ પાસે જાય તો પણ પોલીસ તમારી પાસે આવશે અને રિક્વેસ્ટ કરશે. કુલ મળીને હવે સિસ્ટમ તમારી છે. પંરતુ જેઓ હિંદૂ કલ્ચરનું અપમાન કરવાની વાત કરે છે, એ મે ક્યારે કર્યું. કોઈ ક્લિપ કે કોઈ શો હોય તો મને પણ બતાવો. હું તો માત્ર સરકાર પર કટાક્ષ કરું છું. જો તમે સરકારી પાલતું છો તો તમને ખરાબ લાગી શકે. તેમાં હિંદૂની વાત ક્યાંથી આવી ગઈ.’

વધુ વાંચો- ફક્ત પાટીદારો માટે ! વોટ્સએપ ગ્રુપમાં આવો મેસેજ કરી થઈ લાખોની ઠગાઈ

kunal kamra latetr to vishva hindu parishad after gudgaon show cancel
Kunal Kamra Latter to Vishva Hindu Parishad

સાથે જ તેમણે લખ્યું છે કે, ‘મારા અને ભગવાનના સબંધને મારે કોઈ ટેસ્ટ દેવો જોઈએ તે હું જરૂરી નથી સમજતો. પણ છતાં પણ એક ટેસ્ટ દઈ તમારી ટેસ્ટ લઈ લઉં છું. હું જોરથી અને ગર્વથી જયશ્રી સીતા-રામ અને જય રાધા કૃષ્ણ કહું છું. જો તમે ખરેખર ભારતના સંતાન હોય તો ગોડસે મુર્દાબાદ લખીને મોકલો. નહીં તો હું સમજીશ કે તમે હિંદૂ વિરોધી અને આતંક સમર્થક છો. ક્યાંક તમે ગોડસેને ભગવાનતો નથી માનતા ? જો માનો છો તો આગળ પણ મારા શો રદ્દ કરાવતા રહેજો. મને માત્ર એ વાતની ખુશી રહેશે કે હું તમારાથી વધારે હિંદૂ હોવાની પરિક્ષામાં તમારી સામે જીતી ગયો. હું કંઈ પણ કરીશ, મહેનતની રોટી ખાઈશ કેમકે મને તમારા કરતા મોટા હિંદૂ હોવાના નાતે લાગે છે કે કોઈને ડરાવી ધમકાવી ટુકડા ખાવા પાપ છે.’

વધુ વાંચો- મહિલા સશક્તિકરણના નામે શોષણ થાય છે; રાજકોટમાં આશા વર્કર બહેનોએ કર્યું વિરોધ પ્રદર્શન

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...