આજના તાજા સમાચાર ગુજરાત : ગુજરાતમાં કોયલા ઘોટાલા ? રાજ્યમાં કોલસા કૌભાંડને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કથિત કોલસા કૌભાંડનો Coal Scam Gujarat 2022 પર્દાફાસ ગુજરાતના અખબાર દિવ્ય ભાસ્કર દ્વારા કરવામાં આવ્યો છે. જેના કારણે સરકાર કૌભાંડ ભરડામાં આવી શકે તેવી સ્થિતી જોવા મળી રહી છે. અહેવાલ પ્રમાણે ખાણમાંથી 60 લાખ 6 million tones ટન જેટલો કોલસો કાઢી લેવામાં આવ્યો છે. પરંતુ તે કોલસો ગયો ક્યાં તે ગંભીર પ્રશ્ન છે.
Coal Scam Gujarat 2022 ગુજરાતમાં કથિત કોલસા કૌભાંડનો ઘટસ્ફોટ
સમગ્ર મામલે કોલસા કૌભાંડની ઉચ્ચ સત્રે તપાસ કરવામાં આવે તો મોટા અધિકારી અને વેપારીઓની સંડોવણી સામે આવે તેવી શક્યાતા સેવાઈ રહી છે. કથિત કૌભાંડનો કોલસો ગાયબ થયો તે કોલસો રાજ્યના નાના અને મધ્યમ ઉદ્યોગોને આપવા માટેનો કોલસો હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે.
કથિત કોલસા કૌભાંડ અધધ.. 6 હજાર કરોડનું હોવાનું અનુમાન છે. આ કોલસો ગાબય થઈ કાળી બજારમાં વેચી માર્યો હોવાનું પણ અહેવાલમાં જણાવાયુ છે.
આ કથિત કૌભાંડની વિગતો ત્યારે ખુલવા પામી જ્યારે સરકારી દસ્તાવેજો તેમજ વેબસાઈટ પરના આંકડાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સાથે જ તેમા કેટલાક બોગસ નામથી ચાલતી પેઢીઓ પર પણ સવાલ પેદા થયા છે. આ બોગસ એજન્સીઓના કોઈ અસ્તિત્વ જ નહીં હોવાનું પણ અહેવાલના માધ્યમથી માલુમ પડે છે.
અત્રે ઉલ્લેખનીય છે સમગ્ર માહિતી રાજ્યના અખબાર દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ સામે આવી છે. સાથે જ એજન્સીઓ દ્વારા કેવી રીતે કોલસો અન્ય રાજ્યમાં પહોંચ્યો તે પણ ખુલાસો થયો છે. અહેવાલ પ્રમાણે આ કારસ્તાન છેલ્લા 14 વર્ષોથી ચાલી રહ્યું હતુ જેમાં સરકારી અધિકારીઓ પણ સામેલ હોવાના અહેવાલ છે.