Homeરાષ્ટ્રીયશું આપણે પુતિનને યુધ્ધ રોકવા કહી શકીએ ? યુક્રેનમાં ફસાયેલા ભારતીયો મામલે...

શું આપણે પુતિનને યુધ્ધ રોકવા કહી શકીએ ? યુક્રેનમાં ફસાયેલા ભારતીયો મામલે SC માં PIL પર CJI

-

Russia Ukraine news in Gujarati, આજના સમાચાર : યુક્રેનમાં રશિયન સેના તબાહી મચાવી (Russia Ukraine Conflict) રહી છે. અત્યારે પણ સેંકડો વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે. દરમિયાન મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. CJI NV રમનાએ કહ્યું કે અમને પણ વિદ્યાર્થીઓની હાલત ખરાબ લાગે છે. પરંતુ આપણે શું કરી શકીએ ? શું આપણે રશિયન પ્રમુખ પુતિનને યુદ્ધ બંધ કરવા કહી શકીએ ? કાશ્મીરના એક વરિષ્ઠ વકીલે સીજેઆઈની બેંચ સમક્ષ અરજી પર વહેલી સુનાવણીની માંગ કરી હતી.

તેમણે કહ્યું કે 213 વિદ્યાર્થીઓ હજુ પણ યુક્રેન-રોમાનિયન બોર્ડર પર ફસાયેલા છે. જેમાં મોટાભાગની યુવતીઓ છે. તેમની પાસે પૈસા પણ ખતમ થઈ ગયા છે. આવી સ્થિતિમાં, કેન્દ્રને તેમની મદદ કરવા અને તેમને પાછા લાવવા માટે કહેવામાં આવવું જોઈએ. સીજેઆઈએ કહ્યું કે આમાં આપણે શું કરી શકીએ. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના મુખ્ય ન્યાયાધીશ કંઈ કરી રહ્યા નથી. અમને પણ વિદ્યાર્થીઓની હાલત ખરાબ લાગે છે. પરંતુ આપણે શું કરી શકીએ ? શું આપણે રશિયન પ્રમુખ પુતિનને યુદ્ધ બંધ કરવા કહી શકીએ ? સુપ્રીમ કોર્ટ એટર્ની જનરલ સાથે ફસાયેલા વિદ્યાર્થીઓના મુદ્દા પર વિચાર કરશે. તે જ સમયે, એટર્ની જનરલ કેકે વેણુગોપાલ આ મામલે સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. CJI એ મામલાની જાણકારી આપી. CJI એ અરજીકર્તા વિદ્યાર્થીની વિગતો માંગી હતી.

યુક્રેનની સરહદે ફસાયેલા વિદ્યાર્થીઓને BAPSના સ્વયંસેવકોની મદદ

જૂઓ વીડિયો: યુધ્ધગ્રસ્ત યુક્રેનના રાજદૂત ‘મહાશિવરાત્રી’ પર શું બોલ્યા

શું આપણે પુતિનને યુધ્ધ રોકવા કહી શકીએ ? SC માં PIL પર CJI – આજના સમાચાર

એ.જી.ને તેની વિગતો નોંધવાનું જણાવ્યું હતુ. અરજીકર્તાના વકીલે જણાવ્યું કે અરજદાર યુક્રેનમાં મેડિકલ સ્ટુડન્ટ છે. 250 વિદ્યાર્થીઓ ફસાયા છે. તેમને રોમાનિયા બોર્ડર પરથી બહાર કાઢવામાં આવી રહ્યાં નથી. તેઓ યુક્રેન સરહદ પર છે, તેમને રોમાનિયા જવાની મંજૂરી નથી.

એજી.એ. કહ્યું કે પી.એમ. એ પુતિન સાથે વાત કરી છે. એક મંત્રીને રોમાનિયા મોકલવામાં આવ્યા છે. સરકાર બધું જ કરી રહી છે. CJI એ કહ્યું કે તમારી ઓફિસને કહો કે કંઈક કરો. અરજદારે કહ્યું કે સરકાર હંગેરીથી વિદ્યાર્થીઓને પરત લાવી રહી છે, અને આ વિદ્યાર્થીઓ રોમાનિયામાં ફસાયેલા છે. એ.જી.એ કહ્યું કે ભારત સરકારે કેન્દ્રીય મંત્રીઓને વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે મોકલ્યા છે.

રોમાનિયામાં એક કેન્દ્રીય મંત્રી છે. સુપ્રિમ કોર્ટે કેન્દ્રને રોમાનિયા બોર્ડર પર ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે પગલાં ભરવા કહ્યું. CJI એ AG ને કેટલાક સારા પગલાં લેવા કહ્યું. સુપ્રીમ કોર્ટે એ.જી. ઓફિસને અરજીની નકલ સાથે સ્પેશિયલ મેસેન્જરને મોકલી હતી.

Must Read