Homeગુજરાતરાજકોટરાજકોટ જીલ્‍લામાં મકાન ભાડે આપતા પહેલા આટલું કરો - City News Rajkot

રાજકોટ જીલ્‍લામાં મકાન ભાડે આપતા પહેલા આટલું કરો – City News Rajkot

-

City News Rajkot – રાજકોટ તા. 16- રાજકોટ(Rajkot) જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરતા અને બહારના રાજયોમાંથી અગર દેશ બહારથી આવતા અને કોઇનું મકાન ભાડે રાખીને રહેતા અસામાજીક તત્વોની અનિચ્‍છનીય પ્રવૃત્‍તિને અંકુશમાં લાવવા માટે રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્‍તારમાં મકાન,એકમો ભાડે આપતા માલીકો ઉપર રાજકોટ જિલ્‍લાના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટર કે.બી.ઠકકરએ પ્રતિબંધ ફરમાવેલ છે.

કોઇ ઔદ્યોગિક માલિક અગર તો આ માટે આવા એકમના મકાન માલિકે ખાસ સત્‍તા આપેલ વ્‍યક્તિ જયારે એકમ કે મકાન ભાડે આપે ત્‍યારે સંબંધિત પોલિસ સ્‍ટેશનને જાણ કર્યા સિવાય કોઇ વ્‍યક્તિને ભાડે આપી શકશે નહીં.

ભાડે આપેલ મકાનની વિગત, ભાડુઆત, અને સંબંધિત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપી હોય, તે અંગેની જરૂરી વિગતો નિયત પત્રકમાં જરુરી માહિતી ભરી સંબંધિત પોલીસ સ્‍ટેશને મોકલી આપવાનું રહેશે. આ હુકમ સમગ્ર રાજકોટ જિલ્‍લા ગ્રામ્‍ય વિસ્‍તારમાં તા. ૩૧/૧૨/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.|||

Must Read