Homeગુજરાતસુરતસુરતના યુવકને ઉદયપુરના કન્હૈયાલાલની જેમ ગળુ વેંતરી હત્યાની ધમકી મળતા ગનમેનની સુરક્ષા...

સુરતના યુવકને ઉદયપુરના કન્હૈયાલાલની જેમ ગળુ વેંતરી હત્યાની ધમકી મળતા ગનમેનની સુરક્ષા અપાઈ

-

City News From Surat સુરત : રાજસ્થાનના ઉદયપુરમાં તાજેતરમાં કન્હૈયાલાલ નામના એક દરજીની નુપુર શર્માના સમર્થનની પોસ્ટ કરવા બદલ ગળુ વેંતરી હત્યા કરવામાં આવી હતી. જેના કારણે દેશભરમાં હિંસક ઘટનાનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આ ઘટનાને અયોગ્ય ગણાવનાર સુરતના એક યુવાનને પણ સોશિયલ મીડિયા પર હત્યાની ધમકી મળી છે. ધમકી આપનારાઓએ યુવકને કન્હૈયાલાલની જેમ જ ગળું વેંતરી હત્યા કરવાની ધમકી આપી હતી. આ ઘમકી મળતા જ સુરત પોલીસ કમિશનર પાસે પહોંચતા યુવાનને પોલીસે ગનમેનનું રક્ષણ ફાળવ્યું છે.

તાજેતરમાં જ રાજસ્થાનના ઉદયપુરમાં થયેલી કન્હૈયાલાલની હત્યામાં કથિત રીતે નુપુર શર્માના સમર્થનમાં કરેલી સોશિયલ મીડિયા પોસ્ટને જવાબદાર માનવામાં આવે છે. પોસ્ટને કારણે કન્હૈયાલાલની દુકાનમાં કપડાનું માપ આપવાના બહાને હત્યા નિપજાવી દેવામાં આવી હતી. પરંતુ  આ ઘટના બાદ રાજસ્થાન સહિત દેશમાં વાતાવરણ ડહોળાય તેવી ભીતી હતી. રાજસ્થાનમાં કલમ 144 લાગુ કરી સ્થિતી કાબુમાં રાખવામાં આવી હતી. ત્યારે સુરતના એક યુવાન યુવરાજ પોખરાણા (Yuvraj Pokharna)ને ઈન્સ્ટાગ્રામ પર હત્યાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. યુવરાજને ધમકી મળતા યુવરાજનો પરિવાર પણ ચિંતામાં ગરકાવ થયો છે.

યુવકને સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરવાની સામે ફૈઝલ નામના એક શખ્સ દ્વારા ધમકી આપી છે. ધમકીમાં લખ્યું છે કે, ગુસ્તાક એ રસુલકી એક હી સજા, સર તનસે જુદા. ધમકી મળતા ગભરાયેલા યુવાને પોલીસને રજૂઆત કરતા ઘટના સામે આવી હતી.જેના પગલે ઉમરા પોલીસે યુવરાજનું નિવેદન લઈ તેને ગનમેનની સુરક્ષા આપી છે.

વધુ વાંચો- ઉદયપુરની ઘટના, સમગ્ર દેશમાં અશાંતિ માટે નુપુર જવાબદાર, ટીવી પર માફી માંગવી જોઈએ: સુપ્રીમ કોર્ટ

Must Read