28 C
Ahmedabad

ચોર આંટીનો વાયરલ વિડીયો: ભેજાબાજ ચોરની કરતૂત થઈ કેમેરામાં કેદ

Published:

Chor Aunty Viral Video ચોર આંટી વાઇરલ વિડિયો: ચોરી કરતા ચોર પાસે અલગ જ પ્રકારની હિંમત હોય છે. કોઈને પણ શંકા ન જાય તે પ્રકારે જરા પણ ભય વિના તેઓ ચોરી કરી લેતા હોય છે. એ ચોરી પછી આપના ઘરમાં હોય કે પછી આપના પર્સ, ખીસ્સા કે અન્ય કોઈ. ચોરી કરવાની પધ્ધતીઓ જ્યારે કેમેરામાં કેદ થાય ત્યારે તેનો વિડીયો મોટેભાગે સુપરહિટ એટલે કે વાયરલ થતો હોય છે. હાલ ઈન્સ્ટાગ્રામ Instagram પર પણ આવો જ એક વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં એક આધેડ વયની મહિલા એક સ્ટોર પર અન્ય મહિલાની બેગમાંથી મોબાઈલ ફોન Phone Steal ચોરી કરતી જોવા મળે છે. આ મહિલાની ચોરી કરવાની યુક્તિ જોઈને, ઈન્ટરનેટ પર લોકો વિવિધ પ્રકારની રમૂજ સાથે કોમેન્ટ પણ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા Socail Media પર વાયરલ Viral થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, મહિલા એક દુકાનમાં તેની બાજુમાં ઉભેલી અન્ય મહિલાના પર્સમાંથી મોબાઈલ ચોરી લે છે. દુકાનમાં ખૂબ ભીડ છે, સામાન્ય રીતે ભીડ ચોરને ચોરી કરવાની પૂરતી તક આપે છે. અને આ કિસ્સામાં પણ તેવું જ થયુ. જોઈ શકાય છે કે મહિલા કાઉન્ટર પર આવે છે અને દુકાનદાર પાસેથી કેટલીક વસ્તુઓ માંગે છે. દરમિયાન, અન્ય એક મહિલા સ્ટોર પર ખરીદી કર્યા પછી બિલ ચૂકવતી જોવા મળે છે.

ભીડમાં તકનો લાભ ઉઠાવી ચોર મહિલા રાહ જોઈ રહી હતી. જ્યારે મોકો મળ્યો ત્યારે ચોર આંટીએ પાસે ઉભેલી મહિલાના પર્સમાં હાથ નાખી તેનો ફોન કાઢી લઈ પોતાના પર્સમાં મુકી દિધો. બસ અને ચોરી કરી મહિલા કોઈની નજરમાં આવ્યા વગર દુકાનની બહાર નિકળી જાય છે. આટલું થયા બાદ પણ જે મહિલાનો ફોન ચોરાઈ ગયો છે તે શું થયું તેની કોઈ જ ખબર નથી તે વિડીયોમાં જોઈ શકાય છે.

Chor Aunty Viral Video વાયરલ વિડીયો: ભેજાબાજ ચોરની કરતૂત થઈ કેમેરામાં કેદ

આ વીડિયો વાયરલ થયો છે અને લોકો મહિલાની આ કરતૂત જોઈને ખુબ મજાક કરી રહ્યાં છે. જાણે આ કોઈ કોમેડી કે ફની વિડીયો હોય તેમ લોકો વારંવાર ચોર આંટીની હરકત પર હસી રહ્યાં છે. ઇન્સ્ટાગ્રામ યુઝર્સે પોસ્ટની કોમેન્ટને હસતા ઇમોજીસથી ભરી દીધી. એક યુઝરે લખ્યું કે, “યાદ રખના હર આંટી જૈસી દિખને વાલી આંટી નહીં હોતી ચોરની ભી હો શક્તિ હે.” બીજાએ મજાકમાં ટિપ્પણી કરી, “અમારી આંટીયા છોરો સે કમ હૈ કે.”

Related articles

Recent articles