Homeગુજરાતઅમદાવાદઅમદાવાદમાં ITનું મેગા સર્ચ ઓપરેશન ચીરિપાલ ગ્રુપની ઓફિસ અને માલિકના ઘરે દરોડા

અમદાવાદમાં ITનું મેગા સર્ચ ઓપરેશન ચીરિપાલ ગ્રુપની ઓફિસ અને માલિકના ઘરે દરોડા

-

અમદાવાદ : અમદાવાદમાં વિવિધ ક્ષેત્રે વ્યવસાય કરતા ચીરિપાલ ગ્રુપની ઓફિસ પર આવકવેરા વિભાગ (Chiripal Group IT Raid)ના દરોડા પાડવામાં આવ્યા છે. ગત મંગળવારની મોડી રાત્રિના સમયે દરોડા કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહત્વની બાબત છે ચીરિપાલ ગ્રુપ પર થોડા સમય અગાઉ જ આવક વિભાગે દરોડા પાડી કાર્યવાહી કરી હતી. ત્યારે ગતરોજ રાત્રિના સમયે ફરીથી આવકવેરા વિભાગે 30-40 સ્થળો પર દરોડા પાડ્યા હોવાના અહેવાલ છે. સાથે જ અમદાવાદમાં નંદન ડેનિમ ને વિશાલ ડેનિમ પર પણ આવકવેરા વિભાગની તપાસ શરૂ કરવામાં આવી છે આ કામગીરીમાં આશરે 150 જેટલા આવકવેરા વિભાગના અધિકારી જોડાયા હોવાના અહેવાલ છે.

વધુ વાંચો- રાજકોટમાં કથિત રીતે જમીનનો સોદો રદ્દ થવા મામલે પટેલ વેપારીના ફ્લેટ પર આરોપીએ કરી તોડફોડ

અમદાવાદ (Ahmedabad)ના પોશ વિસ્તાર બોપલ આંબલી રોડ પર આવેલા ચીરિપાલ ગ્રુપના મુખ્ય મથક અને ચીરિપાલ બંધુ વેદપ્રકાશ અને બ્રિજમોહન સહિત તેમના ભાગીદારોને ત્યાં પણ દરોડા કરવામાં આવ્યા છે. ચીરિપાલ ગ્રુપની ટેક્સ ટાઈલ, કેમીકલ્સ, રિયલ એસ્ટેટ, શિક્ષણ જેવા વિવિધ વ્યવાસય સાથે જોડાયેલી હોવાની માહિતી મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા મહિનાઓ પહેલા અમદાવાદના દાણીલીમડામાં યોગીરાજ એસ્ટેટ નામની પેઢીમાંથી સબસીડીવાળા યરિયા ખાતરનો જથ્યો કે જે ખેતીવાડી માટે હોય છે તે પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે ગોડાઉનના માલિક સહિતના બે વ્યક્તિની ધરપકડ પણ કરી હતી. આરોપીઓ અમદાવાદની કેટલીક ફેક્ટરીઓ અને ચીરિપાલ ગ્રુપની જ કંપની વિશાલ ફેબ્રિક્સમાં પણ યુરિયા સપ્લાય કરતા હતા.

વધુ વાંચો- ગેંગસ્ટર બીકાને ઝડપી પાડતી અમદાવાદ એટીએસની ટીમ

Must Read