Homeગુજરાતચિંતન વૈષ્ણવની તરફેણમાં હાઈકોર્ટનો ચૂકાદો, 3 માસમાં ફરજ પર લેવાનો આદેશ

ચિંતન વૈષ્ણવની તરફેણમાં હાઈકોર્ટનો ચૂકાદો, 3 માસમાં ફરજ પર લેવાનો આદેશ

-

આજના તાજા સમાચાર ગુજરાત, Today’s Gujarati News: સરકારી અધિકારીઓને રાજકારણ સામે લડવું એટલે નોકરી પર જોખમ પેદા કર્યા જેવું થાય. એજ રીતે  છેલ્લા 3 વર્ષથી સરકાર સામે લડી રહેલા પૂર્વ મામલતદાર ચિંતન વૈષ્ણવ Chintan Vaishnav હાઈકોર્ટમાં તેમના તરફી ચુકાદો થતા વિજયી થયા છે. હાઈકોર્ટમાં ચિંતન વૈષ્ણવ તરફી ચૂકાદો કરી કોર્ટે તેમને 3 માહિનામાં ફરજ પર પાછા લેવા માટે આદેશ કર્યો છે.

દાહોદના પૂર્વ મામલતદાર ચિંતન વૈષ્ણવ અને સરકાર વચ્ચે હાઈકોર્ટમાં કાયદાકીય લડાઈ ચાલી રહી હતી. ચિંતન વૈષ્ણવને રાજ્ય સરકારે ફરજ મુક્ત કરી દેવામાં આવ્યા ત્યારે પણ આ વિવાદ ખુબ ચગ્યો હતો. રાજ્ય સરકારે તેમને કોઈ ઠોસ કારણો વગર જ ફરજમુક્ત કરી દિધાની ચર્ચા લોકમુખે ચાલી હતી.

Chintan Vaishnav/ ચિંતન વૈષ્ણવની તરફેણમાં હાઈકોર્ટનો ચૂકાદો

પૂર્વ મામલતદાર ચિંતન વૈષ્ણવ તેમની ઈમાનદારી અને પ્રજાહિતની કામગીરી કરવા તેમજ ભ્રષ્ટતંત્રના ઠેકેદારોને નડવા માટેની સજા ભોગવી રહ્યાં છે તેમ લોકોનું માનવું છે. ઉલ્લેખનીય છે કે તારીખ 2 માર્ચ 2019ના રોજ વૈષ્ણવને ફરજમુક્ત કરવાનો આદેશ રાજ્ય સરકાર દ્વારા કરાયો હતો. તેમને બરતરફ કરવાના આદેશમાં મામલતદાર ચિંતન વૈષ્ણવ સામે ભ્રષ્ટાચાર અથવા ગેરરિતીનો આરોપ નથી પણ તેમના વ્યવહારને કારણે બરતરફ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યુ હતું.

નોંધનીય છે કે, પૂર્વ મામલતદાર ચિંતન વૈષ્ણવની નોકરીના સમયગાળા દરમિયાન 7 વર્ષ દરમિયાન 11 વખત બદલી કરવામાં આવી હતી. હાઇકોર્ટે ચિંતન વૈષ્ણવની તરફેણમાં ચુકાદો આપી 3 મહિનામાં ચિંતન વૈષ્ણવને ફરજ પર લેવા સરકારને આદેશ કર્યો છે. ઉપરાંત સિનિયોરિટી પ્રમાણે તમમ હક-હિસ્સો પણ આપવા કોર્ટે આદેશ કર્યો છે.

Today’s Latest Gujarati News Read Here:

વડનગર ગ્રામપંચાયત સામે થશે તપાસ, ભ્રષ્ટાચાર મામલે કપીલ ગાધેની લાંબી લડાઈ બાદ નિર્ણય

રહસ્ય ઘેરાયું/ગુમ કિશોરીની લાશ આસારામ આશ્રમમાંથી મળી, કિશોરીના પિતા 3 વર્ષથી ગુમ

સુરતમાં યુવાન વિદ્યાર્થીનીને ગર્ભ રહી જતા હોસ્ટેલના બાથરૂમમાં જ નવજાતને જન્મ આપી ફેંકી દિધું

Must Read

jayrajsinh jadeja aniruddhsinh ribda

ગોંડલમાં રાજકારણ ગરમાય તેવી સ્થિતી રીબડા જુથની પત્રકાર પરિષદનું આયોજન

Gujarat Politics 2022 : વિધાનસભા ચૂંટણી પહેલા ગોંડલમાં રાજકારણ ગરમાયું છે. આ બેઠક પર ચૂંટણી લડવા માટે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને અનિરૂધ્ધસિંહ...