Homeઆંતરરાષ્ટ્રીયચીને 1 વર્ષમાં 4 ગામ બનાવ્યા ભૂટાનની સરહદમાં

ચીને 1 વર્ષમાં 4 ગામ બનાવ્યા ભૂટાનની સરહદમાં

-

ચીનનું આ પગલું ભારત માટે ખાસ કરીને ચિંતાજનક છે, કારણ કે ભૂટાન તેની સરહદોની રક્ષા માટે મર્યાદિત સશસ્ત્ર દળ ભારત ભૂટાનમાં રાખે છે…

ચીનના(China) સૈન્ય વિકાસ પર વૈશ્વિક સંશોધક ગ્રુપ દ્વારા ટ્વીટ કરવામાં આવેલી નવી સેટેલાઇટ તસવીરોમાં(Satellite Images) ભૂતાનના પ્રદેશમાં(Bhutan Landgrab) ચીની ગામડાઓનું નિર્માણ કરવામાં આવેલું જોવા મળે છે. આ વિસ્તાર ડોકલામ નજીક ભૂટાન અને ચીન વચ્ચે વિવાદિત જમીન પર સ્થિત છે, જેમાં 2020 અને 2021 વચ્ચેના સમયગાળામાં દરમિયાન બાંધકામની પ્રવૃત્તિ દર્શાવવામાં આવી હતી.

હવે, લગભગ 100 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા કેટલાક નવા ગામો દેખાઈ રહ્યા છે. ચીનનું આ પગલું ભારત માટે ખાસ કરીને ચિંતાજનક છે, કારણ કે ભારત ભૂટાનની સરહદોની સુરક્ષા માટે ત્યાં મર્યાદિત સશસ્ત્ર દળ રાખે છે જેથી પડોશના દેશ પર તેની વ્યાપક અસર પણ પડશે.

ચીન-ભારતની સીમાઓ પર ચીનના સૈનિકો દ્વારા કરવામાં આવતી ગતિવિધિ પર એક મુખ્ય રિસર્ચમાનું એક @detresfa એ તેના એક Tweet માં લખ્યું ” ડોકલામ પાસે #ભૂતાન અને #ચીનની વચ્ચે વિવાદિત જમીન પર 2020-21માં નિર્માણ ગતિવિધિઓ બતાવે છે.લગભગ 100 વર્ગ કિમીના ક્ષેત્રમાં ઘણા નવા ગામ બની ગયા છે.શું આ એક નવી સમજુતી છે કે #ચીનનો વિસ્તાર પર દાવો કરવાનો એક ભાગ છે ?”

ગામડાઓનું નિર્માણ મે 2020 અને નવેમ્બર 2021 ની વચ્ચે કરવામાં આવ્યું હતું, અને તે ભૂટાન અને ચીન વચ્ચેના સીમા કરાર દરમિયાન થયું હતું.

“થ્રી-સ્ટેપ રોડમેપ” પર આકરી પ્રતિક્રિયા આપતા ભારતે કહ્યું, “અમે આજે ભૂટાન અને ચીન વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. તમે જાણો છો કે ભૂટાન અને ચીન 1984થી સરહદી વાટાઘાટો કરી રહ્યા છે. ભારત પણ આ પ્રકારની સરહદિય વાટાઘાટો ચીન સાથે કરી રહ્યું છે.

ગયા વર્ષે, એનડીટીવીએ અહેવાલ આપ્યો હતો કે ચીન ડોકલામ ઉચ્ચપ્રદેશની નજીક એક ગામ બનાવી રહ્યું છે, જ્યાં 2017 માં ચીની અને ભારતીય સેનાઓ વચ્ચે તંગદિલી સર્જાઈ હતી. ચીનના એક વરિષ્ઠ મીડિયા રિપોર્ટર દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસવીરો દર્શાવે છે કે આ ગામ ભૂટાનના પ્રદેશમાં 2 કિમી દૂર છે, જે ડોકલામથી ખૂબ નજીક છે.

બેઇજિંગે જમીન સરહદી વિસ્તારોના સંરક્ષણ અને શોષણ અંગે આદેશ પસાર કર્યા પછી તરત જ ચીનનું પગલું આવ્યું છે. કાયદો કહે છે કે ચીન “પ્રાદેશિક અખંડિતતા અને જમીનની સરહદોનું રક્ષણ કરવા અને પ્રાદેશિક સાર્વભૌમત્વ અને જમીનની સરહદોને નુકસાન પહોંચાડતા કોઈપણ કૃત્યની સુરક્ષા અને તેનો સામનો કરવા પગલાં લેશે.”

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....