Homeરાષ્ટ્રીયLAC પર ચીનની નવી ચાલ, મોટી સંખ્યામાં યુએવી, ફાઈટર જેટ અને ટેન્ક...

LAC પર ચીનની નવી ચાલ, મોટી સંખ્યામાં યુએવી, ફાઈટર જેટ અને ટેન્ક તૈનાત

-

LAC નજીક નગરી ગુનસા એરબેસ પર મોટી માત્રામાં હથિયારો, ટેન્કો, અને ફાયટર પ્લેન જોવા મળ્યાં…

નવી દિલ્હી: ચીન(china) ફરી એક વખત ભારતીય સરહદી વિસ્તારોમાં મોટી સંખ્યામાં ફાઈટર જેટ(fighters), યુએવી(uav), ટેન્ક અને આર્ટિલરી તૈનાત કરી રહ્યું છે. માહિતી અનુસાર, ચીને તેના નગારી ગુનસા એરબેઝ(ngari gunsa airbase) પર મોટી સંખ્યામાં ફાઇટર પ્લેન અને યુએવી તૈનાત કર્યા છે, આ ઉપરાંત ચીનએ નગરી વિસ્તારમાં મોટી સંખ્યામાં ટેંક અને આર્ટિલરી પણ તૈનાત કરી છે. આ વિસ્તાર પેંગોંગ ત્સોથી લગભગ 100 કિમી દૂર આવેલો છે.

એલએસી (LAC) નજીક ચીન દ્વારા મોટા પાયે શસ્ત્રો તૈનાત કરવામાં આવી રહ્યા છે, જે સ્વાભાવિક રીતે ભારતની ચિંતા વધારી રહ્યું છે. આવી ભારે શસ્ત્રો તૈનાતી ફરી એક વખત ચીનના ઇરાદા પર શંકા ઉભી કરી રહી છે. હાલમાં ભારતીય સેના ચીની સૈનિકોની આ તૈનાતી પર નજર રાખી રહી છે. ભારતીય સેનાના મતે, તે સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે. ચીનની પીએલએમાં ચીની સૈનિકો વધારવામાં આવી રહ્યા છે, અને ભારતીય સેનાએ તે મુજબ તૈયારીઓ પણ કરી છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Image Source : PTI

ઉલ્લેખનીય છે કે, એલએસી પર છેલ્લા 1 વર્ષથી તણાવ ઓછો કરવા માટે બંને દેશો વચ્ચે વિવિધ સ્તરે વાતચીત કરી રહ્યા છે. બંને દેશોની સેનાઓ પણ લદ્દાખ વિસ્તારમાં આવેલા કેટલાક ક્ષેત્રો માંથી પાછળ હટી છે. પરંતુ ચીન જે રીતે એલએસી પર ચીન સૈનિકો વધારી રહ્યું છે, તેના પર શંકા થવી સ્વાભાવિક છે.

સેનાએ કહ્યું કે રવિવારે 13 મી વખતની બેઠકમાં પણ બાકીના વિસ્તારોના મુદ્દાઓનો ઉકેલ આવ્યો નથી, અને ભારતીય પક્ષે ભાર મૂકીને કહ્યુંકે ચીન પણ આ દિશામાં કામ કરે તેવી અપેક્ષા રાખે છે. ભારતીય સેનાએ જણાવ્યું હતું કે વાતચીત દરમિયાન ભારતીય પક્ષે જણાવ્યું હતું કે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પરની યથાવત સ્થિતિ બદલવાના ચીનના “એકપક્ષીય પ્રયાસો” નું પરિણામ હતું અને તે બન્ને પક્ષોએ કરેલા કરારોનું પણ ઉલ્લંઘન હતું.

બેઇજિંગમાં, ચીનના પીએલએના વેસ્ટર્ન થિયેટર કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભારતે અતાર્કિક અને અવાસ્તવિક માંગણીઓ પર ભાર મૂક્યો હતો, જેનાથી સમાધાનનો મામલો મુશ્કેલ થયો.” તમને વધુમાં જણાવ્યું કે સીમાઓ પર ” પરિસ્થિતિને તણાવ મુક્ત અને શાંતિ માટે ચીને ઘણા પ્રયાશો કર્યાઅને તેની ગંભીરતાને પણ સંપૂર્ણ રીતે દર્શાવી.”

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....