Homeઆંતરરાષ્ટ્રીયચીન મુસ્લિમોના લીવર, કીડની વેચી વસ્તીને કાબુ કરવા માંગે છે !

ચીન મુસ્લિમોના લીવર, કીડની વેચી વસ્તીને કાબુ કરવા માંગે છે !

-

ચીનમાં(China) ઉઇગર મુસ્લિમો(Uyghurs muslim) પર થતા અત્યાચાર સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચીને આ ઉઇગર મુસ્લિમોના અંગોનું(organs) બ્લેક માર્કેટિંગ(Black marketing) કરીને અબજો રૂપિયા કમાય રહ્યું છે. અખબાર ‘હેરાલ્ડ સન’ના અહેવાલ મુજબ અહીં લગભગ 1.5 લાખ લોકોને બળજબરીથી કેદ કરવામાં આવ્યા છે. બંદીવાસ દરમિયાન આ મુસ્લિમોના શરીરના મહત્વપૂર્ણ અંગો જેમ કે કિડની અને લીવર બળજબરીથી કાઢી નાખવામાં આવે છે અને તેનું બ્લેક માર્કેટિંગ કરવામાં આવે છે.

China Uyghurs Muslim, મુસ્લિમોના લીવર,કીડની વેચી વસ્તીને કાબુ કરવા માંગે છે !

ચીન 1 કરોડ 20 લાખ રૂપિયામાં લીવર વેચી રહ્યું છે
ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સ્થિત એક મોર્નિંગ ટેબ્લોઈડ અખબારના અહેવાલમાં ઘણા ખુલાસા કરવામાં આવ્યા છે કે, કેવી રીતે ચીન રહેતા ઉઇગર વ્યક્તિના તંદુરસ્ત લીવર વેચીને લગભગ 12 મિલિયન રૂપિયા કમાય છે. અને આ શરીરના અંગના વેપારમાં વાર્ષિક 75 અબજ રૂપિયા કમાય છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી કે જ્યારે ચીનમાં અટકાયત કેન્દ્રોમાં માનવ અંગોનું બ્લેક માર્કેટિંગ કરવામાં આવ્યું આવતું હોઈ. ચીન પર આ પહેલા પણ ઘણી વખત આવા આરોપો લગાવવામાં આવ્યા છે. આ વર્ષની શરૂઆતમાં, યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કમિશન (UNHRC) એ જણાવ્યું હતું કે, માનવ અધિકાર નિષ્ણાતો ઉઇગુર, તિબેટીયન, મુસ્લિમો અને ખ્રિસ્તીઓ સહિત લઘુમતીઓના અંગોની તસ્કરીથી ખૂબ જ ચિંતિત છે.

ઉઇગર મુસ્લિમોની વસ્તીને નિયંત્રિત કરવા માટે ચીનની નવી વ્યૂહરચના
ચીને શિનજિયાંગ પ્રાંતમાં ઉઇગર વસ્તી પર દેખરેખ રાખવા અને નિયંત્રણ કરવા માટે નવી આંતરિક અને બાહ્ય પદ્ધતિઓ વિકસાવી છે. ઓછામાં ઓછા 10 ઉઇગુર પરિવારોની દેખરેખ માટે જવાબદાર એવા મેનેજર્સનો સમાવેશ કરવા માટે એક નવી સિસ્ટમ બનાવવામાં આવી છે.એ જ રીતે ચીન આ દિવસોમાં તિબેટ પર પોતાનું ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. સીસીટીવી કેમેરા વડે તેઓ પર હંમેશા નજર રાખવામાં આવે છે. તેઓ જ્યાં રહે છે તે વિસ્તાર છોડવાની પણ તેમને મનાઈ છે અને તેઓ આ વિસ્તારની બહાર ન જઈ શકે તે માટે ઘણી જગ્યાએ અવરોધો મુકવામાં આવ્યા છે. શિનજિયાંગ અને તિબેટ બંને પ્રાંતોમાં માનવ અધિકારોના ઘોર ઉલ્લંઘનના આરોપો છે.

તે જ સમયે, ધ સન્ડે મોર્નિંગ હેરાલ્ડમાં લખતા એરિક હેગશોએ કહ્યું કે તિબેટ અને શિનજિયાંગમાં અટકાયતની વધતી સંખ્યા ચિંતાનો વિષય છે. કારણ કે ચીનનું સંપૂર્ણ ધ્યાન આ બે પ્રાંતો પર છે.ચીન પોતાની સંસ્કૃતિને અહીં લાગુ કરવા માંગે છે, જેથી ઉઇગુર અને તિબેટીયનોની ધાર્મિક ઓળખને ખતમ કરી શકાય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લઘુમતીઓના ધાર્મિક સ્થળોને તેમને અગાઉથી જાણ કર્યા વિના નષ્ટ કરવામાં આવી રહ્યા છે.

Must Read