Monday, May 16, 2022

ખંધા ચીનની નવી ચાલ, ચુપચાપ અને ફટાફટ અહીં બનાવી રહ્યું છે બ્રીજ

China Bridge Construction news : ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી સરહદ વિવાદ લઈ તણાવ ચાલી રહ્યો છે. ખંધા ચીનની વિસ્તારવાદી નિતીને કારણે તેઓ વધારે ક્ષેત્ર પર કબ્જો કેમ થાય તેની જ ફિરાકમાં રહેતો હોય છે. ત્યારે અહેવાલ સામે આવ્યા છે કે ચીન હવે પૈંગોંગ ત્સો લેક પર એક ગેરકાદેસર પુલ નિર્માણ (Bridge Construct) કરી રહ્યો છે. આ પુલ 400 મીટર કરતા વધારે લંબાઈ સુધી નિર્માણ પામી ચુક્યો છે.

અહેવાલો મુજબ આ પુલ બની ગયા બાદ ચીન સૈન્ય ક્ષેત્રે આગળ નિકળી જશે. ઉલ્લેખનિય છે કે પૂર્વમાં લદ્દાખમાં ભારત અન ચીન વચ્ચે આ ક્ષેત્ર મહત્વપુર્ણ બિંદુના રૂપમાં માનવામાં આવે છે. 

હિંદી સમાચાર વેબસાઈટ એન.ડી.ટી.વી.ના પ્રસિધ્ધ થયેલા અહેવાલ મુજબ, આ પુલ 8 મીટર પહોળો છે. તેમજ આ પુલ પૈંગોંગ લેકના ઉત્તરના ભાગે આવેલા ચીની બેઝના દક્ષિણ વિસ્તામાં બની રહ્યો છે. આ એજ સ્થળ છે જ્યાં બે વર્ષ પહેલા વર્ષ 2020માં ભારત અને ચીન વચ્ચે સંઘર્ષ બાદ ચીની સેનાએ હૉસ્પિટલ અને સૈનિકોના રહેવાની વ્યવસ્થા કરી હતી.

આ સાથે જ વેબસાઈટ પર સેટેલાઈટ તસવીરો પણ પ્રસિધ્ધ કરતા જણાવ્યું છે કે, 16 જાન્યુઆરીની આ સેટેલાઈટ તસવીરો પરથી સંકેત મળે છે કે, નિર્માણમાં લાગેલા ચીની શ્રમિકો પુલના મોટા હિસ્સાઓને એક ક્રેનની મદદથી જોડવામાં આવી રહ્યા છે. તેમજ તેના પર ડામર પાથરવામાં આવી રહ્યો છે.

અહેવાલમાં જણાવ્યા મુજબ, આ પુલનું નિર્માણ જે ગતીએ થઈ રહ્યું છે તે જોતા 6 મહિનામાં પુલ નિર્માણ થઈ શકે છે.

આ પહેલા પૈંગોંગ લેકની પહેલી પાર પુલ નિર્માણ થઈ રહ્યો છે તેવા અહેવાલ ધ પ્રિન્ટ દ્વારા પણ પ્રસિધ્ધ કરાવામાં આવ્યો હતો. આ પુલ નિર્માણ કરી ચીન પોતાની સેનાને ઉચ્ચતમ ગુણવત્તાની લોજીસ્ટીક સુવિધા અને સરળતા ઉપલબ્ધ કરાવી શકે છે. સાથે જ ચીન પોતાના સૈનિકોની મોટી સંખ્યામાં અવર જવર પણ સુનિશ્ચિત કરી શકે છે. કારણ કે આ પુલના નિર્માણ બાદ એક શોર્ટકટ રસ્તો ઉપલબ્ધ થઈ જવાની સંભાવનાઓ નકારી શકાતી નથી.

- Advertisment -

Must Read

chor aunty viral video on social media thieving mobile phone cctv video gujarati

ચોર આંટીનો વાયરલ વિડીયો: ભેજાબાજ ચોરની કરતૂત થઈ કેમેરામાં કેદ

Chor Aunty Viral Video ચોર આંટી વાઇરલ વિડિયો: ચોરી કરતા ચોર પાસે અલગ જ પ્રકારની હિંમત હોય છે....