Homeમનોરંજનજૂઓ વીડિયો: ડી.જે.ના તાલ પર નાચતા ભક્તો પર ડી.જે.ની જ ટ્રક ફરી...

જૂઓ વીડિયો: ડી.જે.ના તાલ પર નાચતા ભક્તો પર ડી.જે.ની જ ટ્રક ફરી વળી

-

મધ્યપ્રદેશ છિંદવાડા ખાતે ગત શનિવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. છિંદવાડા ખાતેના પ્રસિધ્ધ જામ સાવલી મંદિર પાસે ભક્તોની ભીડ ડીજેના તાલે નાચી રહ્યા હતા ત્યારે મીની ટ્રકની બ્રેક ફેલ થતા ભક્તોને કચડી નાખ્યા હતા. ડી.જે.ના ટ્રક દ્વારા આ અકસ્માત સર્જાયો હતો.

જેમાં ટ્રક ભીડ પર ફરી વળતા લોકો જીવ બચાવવા દોડી ગયા હતા. જેમાં ત્રણ શ્રધ્ધાળુઓ ગંભીર રીતે ઈજ્જાગ્રસ્ત હોવાના અહેવાલ છે. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થતા ઘટનાનો વીડિયો સોશિયલ મિડીયા પર વાયરલ થયો હતો.

કાળ બની ત્રાટકી મીની બસ
છિંદવાડા ખાતે જામ સાવલી મંદિર પાસે ચાલી રહેલા ધાર્મિક કાર્યક્રમમાં ડી.જે. માટે આવેલી ટ્રકની બ્રેક ફેઈલ થતા ભક્તો કચડાયા હતા. ભક્તિ ગીતો પર નાચી રહેલી ભીડને અંદાજ પણ નહીં હોય કે હવે તેમના પર કાળ બની મીની બસ ત્રાટકવાની છે.

અચાનક જ મીની ટ્રકની બ્રેક ફેઈલ થવાથી લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સ્થળ પર હાજર લોકો જીવ બચાવવા માટે દોડાદોડી કરવા લાગ્યા હતા. પરંતુ ભીડ એટલી ભયંકર હતી કે લોકોને બચવા માટે પણ મુશ્કેલી સર્જાય હતી.

કેવી રીતે રોકાઈ બેફામ બનેલી ટ્રક
વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે લોકો પર કાળ બની ડી.જે. ટ્રક ફરી વળી હતી. સદનસીબે કોઈક રીતે ટ્રકને રોકવામાં સફળતા મળી હતી. જેથી મોટી જાનહાની ટળી હતી. જે ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા હતા.

બેકાબુ બનેલા ભક્તોના ટોળાએ ડ્રાયવરને માર માર્યો
આ બાબતે એસપી સિંહના જણાવ્યા મુજબ, આ ઘટના ગત શનિવારે સાંજે 6 વાગ્યાના સુમારે બની હતી. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. તેમજ ધટના બાદ ભક્તોની ભીડે તોડફોડ કરી હતી અને ડ્રાયવરને માર માર્યો હતો.

પોલીસે તુરંત ઘટનાને કાબુમાં લઈ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરી વધુ સારવાર માટે નાગપુર ખાતે ટ્રાન્સફર કર્યા હતા. પોલીસે ડી.જે.ની મીની ટ્રકને જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Must Read