Cheapest electric scooter in India 2021: Automobile news in Gujarati | Okaya Freedom e Scooter Launch
Activa કરતા ઓછી કિંમતે લોન્ચ થયું આ Indian Made E Scooter (Okaya Freedom), Benefits and Features
પેટ્રોલ (Petrol) અને ડીઝલની (Diesel) વધતી કિંમતોથી પરેશાન દરેકનો ઝુકાવ ઇલેક્ટ્રિક વાહનો (electric Vehicles) તરફ છે. આવી સ્થિતિમાં, જો તમે પણ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો બજારમાં (Market) તમારા માટે નવા ઇલેક્ટ્રિક સ્કૂટરનો વિકલ્પ તૈયાર છે. આ સ્કૂટરની પ્રારંભિક કિંમત 69,000 રૂપિયા છે. ઓકાયા ગ્રુપના ઇલેક્ટ્રિક વ્હિકલ આર્મે ગુરુવારે ‘ફ્રીડમ’ નામનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું.
કંપનીનો દાવો છે કે તે અહીં 100% હિમાચલ પ્રદેશના બદ્દીમાં બનાવેલ છે. ઈ-સ્કૂટર ક્ષેત્રે આ કંપનીનું ત્રીજું ઉત્પાદન છે. અગાઉ, ગયા જુલાઈમાં, આ કંપનીએ ઈ-સ્કૂટર ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો.
કંપની પહેલેથી જ બે ઇલેક્ટ્રિક સ્કૂટર વેચે છે – ઇવિઅન આઇક્યુ શ્રેણી અને ક્લાસ આઇક્યુ શ્રેણી. ફ્રીડમ લિથિયમ-આયન અને લેડ-એસિડ બેટરી વિકલ્પો સાથે ઉપલબ્ધ થશે.
- ફ્રીડમ સ્કૂટર 4 વેરિએન્ટમાં આવશે
કંપની આ ફ્રીડમ સ્કૂટર શ્રેણીને ચાર વર્ઝનમાં ઓફર કરી રહી છે. તેમાં ઓછી સ્પીડથી હાઇ સ્પીડ સુધીના ઇ-સ્કૂટરનો સમાવેશ થશે. આગામી કેટલાક મહિનાઓમાં આ સ્કૂટર બજારમાં રજૂ કરવામાં આવશે. આ વાહનો એક જ ચાર્જ પર વધુમાં વધુ 250 કિમી સુધીનો પ્રવાસ કરી શકે છે. ઓકાયા ફ્રીડમ શ્રેણીના આ સ્કૂટર સફેદ, લાલ, વાદળી, કાળો, લીલો, ડીપ યલો અને ગ્રે સહિત 12 રંગ વિકલ્પોમાં લોન્ચ કરવામાં આવ્યા છે. ઓકાયા ફ્રીડમ ઇલેક્ટ્રિક સ્કૂટર VRALA લેડ એસિડ બેટરી અને લિથિયમ આયન ફોસ્ફેટ બેટરી બંને હેઠળ 4 વેરિએન્ટમાં ઉપલબ્ધ થશે.
કંપનીનું કહેવું છે કે આ સ્કૂટર એકદમ 0 થી વિકસાવવામાં આવ્યા છે. તેઓ માલ પહોંચાડવાના વ્યવસાયમાં પણ વાપરી શકાય છે. આ સ્કૂટર બનાવતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખવામાં આવી છે.
કંપનીના મતે, ચાલુ નાણાકીય વર્ષમાં 14 નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવાનું લક્ષ્ય ધરાવે છે જેમાં હાઇ સ્પીડ મોટરસાઇકલ અને ખાસ B2B વાહનોનો સમાવેશ થાય છે. ઓકાયા પાસે હાલમાં 120 ડીલરો છે અને આગામી દિવસોમાં 800 વધુ ઉમેરવાની યોજના ધરાવે છે.