Homeગુજરાતરાજકોટરાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં નિયંત્રણોની સમય મર્યાદામાં ફેરફાર

રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં નિયંત્રણોની સમય મર્યાદામાં ફેરફાર

-

રાજકોટ, તા. ૨૨ ડીસેમ્બર – કોરોનાની વૈશ્વિક મહામારીને કાબુમાં લેવા કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા વખતો વખત સૂચના તથા હુકમો અન્વયે ગુજરાત રાજયમાં કોરોનાના કેસોની સમીક્ષા કરી ગૃહ વિભાગ દ્વારા હુકમ બહાર પાડવામાં આવ્યો છે.  જે મુજબ જાહેરનામામાં સુધારો કરી રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં અમલમાં મૂકેલા  નિયંત્રણોની સમય મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે નીચે મુજબ છે. Changes the time limit in Rajkot city police commissionerate area gujarati samachar

Changes the time limit in Rajkot city police commissionerate area gujarati samachar
Changes the time limit in Rajkot city police commissionerate area gujarati samachar | image credit : gujaratheadline.com

રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલે રાજકોટ શહેર પોલિસ કમિશ્‍નરેટ વિસ્તારમાં તતા.૩૧/૧૨/૨૦૨૧ સુધી રાત્રીના ૧/૦૦ વાગ્યાથી સવારના ૦૫/૦૦ વાગ્યા દરમિયાન વિસ્તારના રહેવાસીઓએ પોતાના રહેણાંક મકાનની બહાર  ન નીકળવા, કોઈ પણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓમાં તથા જાહેર જગ્યાઓ ઉપર ઊભા રહેવા, રખડવા અથવા પગપાળા કે વાહનો મારફતે હરવા-ફરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તમામ નાગરિકોએ ફેસ કવર, માસ્ક અને શોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તથા ગુજરાત સરકારના દ્વારા જણાવેલ જોગવાઈ તથા SOPનું પાલન કરવાનું રહેશે.

આ પ્રતિબંધ અધિકૃત પરવાનગી ધરાવનારાઓને લાગુ નહિ પડે. આ હુકમનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક પગલા લેવાશે.

Must Read