Homeરાષ્ટ્રીય150 ની સ્પિડે એક્સપ્રેસ વે પર દોડી ગડકરીની કાર; જૂઓ વીડિયો

150 ની સ્પિડે એક્સપ્રેસ વે પર દોડી ગડકરીની કાર; જૂઓ વીડિયો

-

Today Central cabinet minister Nitin Gadkari Car reach 150 km per hour on Expressway drive test: National News in Gujarati

નવી દિલ્હી,તા.17: દેશમાં માર્ગ નિર્માણ માટે તેમજ માર્ગ પર ટેક્સ વસુલ કરવાની સિસ્ટમ મામલે કેન્દ્રિય મંત્રી ગડકરી ખુબ જ ધ્યાન આપી રહ્યાં છે. તેમને આજે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ-વે ના નિર્માણ બાબતે સમિક્ષા પણ કરી હતી. જેમાં તેઓ રતલામ પાસે નિર્માણ કાર્ય જોવા માટે પહોંચ્યા હતા.

આ વિઝીટ દરમ્યાન નિતીન ગડકરી એ કાર પણ હાઈવે પર દોડાવીને જોયું હતું. જે દરમિયાન કારની સ્પિડ 150 કિલોમીટર પ્રતિકલાક સુધી પહોંચાડી દિધી હતી. આ દ્રશ્યો તેમના વીડિયો રેકોર્ડિંગના કારણે સામે આવી શક્યા છે, જે વીડિયો ભાજપના મધ્યપ્રદેશના મીડિયા ઈન્ચાર્જ લોકેન્દ્ર પારાસર દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે.

નિતીન ગડકરી દ્વારા કારની સ્પિડ વધારવા માટે ડ્રાઈવરને કહ્યું હોવાનું વીડિયો પરથી જણાય છે. બાદમાં તેને સ્પિડ વધારી 150 કિમી સુધી પહોંચાડી દિધી હતી. જોકે તેમને હેલિકોપ્ટરથી પણ એક્સપ્રેસ વેનું નિરિક્ષણ કર્યું હતું.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

સાથે જ હાઈવેની ગુણવત્તા ચકાસવા તેમને ટેસ્ટ ડ્રાઈવ લીધી અને કાર્યમાં ગુણવત્તા વધારેમાં વધારે સારી રાખવા સૂચના પણ આપી હતી.કહેવાય છે કે આ હાઈવે પર પ્રતિ કલાક 150 ની ગતિ મર્યાદા રાખવાની વાત વિચારણા હેઠળ છે.

ગડકરીએ ગુજરાતના ભરૂચમાં પણ એક્સપ્રેસ-વે હાઈવેનું નિરિક્ષણ કર્યુ હતું. મુંબઈ અને દિલ્હી વચ્ચેના એક્સપ્રેસ વેમાં 60 મેજર બ્રિજ, 17 ઈન્ટરચેન્જ, 17 ફ્લાઈઓવર અને આઠ આરઓબી પણ હશે. નવેમ્બર 2023 સુધીમાં કામ પુરૂ થવાની શક્યતા છે.

Must Read