Homeમનોરંજનરાજકોટ ખાતે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા વિશ્વ દિવ્યાંગજન દિવસ ની કરાયેલ ઉજવણી

રાજકોટ ખાતે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા વિશ્વ દિવ્યાંગજન દિવસ ની કરાયેલ ઉજવણી

-

સમાજસેવી અને શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી મનોદિવ્યાંગ ગૃહ ખાતે યોજાયો સર્વરોગ નિદાન કેમ્પ

રાજકોટ તા.૩ ડિસેમ્બરઃ- “ વિશ્વ દિવ્યાંગજન દિવસ “ નિમિતે રાજકોટ સમાજ સુરક્ષા વિભાગની કચેરી દ્વારા “વિશ્વ દિવ્યાંગજન દિવસ” ની ઉજવણીનુ અનોખુ આયોજન કરાયું હતું. જેમાં રાજકોટ સ્થિત મનોદિવ્યાંગ બાળકોના ગૃહ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું.

રોટરી કલબ રાજકોટ, યુનીક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ તથા આર.કે યુનિવર્સિટી સહિત સમાજસેવી અને શૈક્ષણીક સંસ્થાઓના સહયોગથી યોજાયેલા આ સર્વરોગ નિદાન કેમ્પમાં મનોદિવ્યાંગ બાળકો તથા પુખ્ત ઉંમરના એમ.આર. પુરૂષો તથા ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર રાજકોટના અંતેવાસીઓનું આઇ ચેકઅપ, જનરલ રોગ નિદાન કાર્યક્રમ તથા એમ.આર.બાળકો માટે ફિઝોયોથેરાપી કેમ્પનું સંયુક્ત આયોજન કરવામાં આવેલ હતું.

t of Social Security at Rajkot
Celebration of World Disability Day by the Department of Social Security at Rajkot – રાજકોટ ખાતે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા વિશ્વ દિવ્યાંગજન દિવસ ની કરાયેલ ઉજવણી

આ કેમ્પમાં મનો દિવ્યાંગગૃહ રાજકોટના ૪૮ જેટલા બાળકો પુરૂષોનુ તથા ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર રાજકોટના કુલ-૨૫ અંતેવાસીઓનુ આંખનુ ચેક અપ તથા સર્વરોગ નિદાન તથા સારવાર તેમજ ફિઝોયોથેરાપી સારવારની સુવિધાઓ આપવામાં આવેલ હતી.

આ કાર્યક્રમમાં રોટરી કલબના પ્રમુખ સમીરભાઇ ખીરા, લાયન્સ કલબના પાસ્ટ ગર્વનર હિતેષભાઇ કોઠારી, મુકેશભાઇ પંચાસરા, દિનેશભાઇ ઠક્કર, વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટના શૈલેષભાઇ પંડ્યા, ડો.કેતનભાઇ કાચા, ચિરાગભાઇ ધામેચા, આર.કે.યુનિવર્સિટીના આસી. પ્રોફેસર ચિરાગભાઇ સોલંકી તથા તેમની

ફિઝોયોથેરાપી ટીમ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ.એન.ગોસ્વામી, મિત્સુબેન જે. વ્યાસ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રાજકોટ તથા સમાજ સુરક્ષા વિભાગના અધિકારી એસ.એમ.રાઠોડ, ડો.એમ.પી.પંડિત, એ.એસ.વાઘેલા, પંકજભાઇ દુધરેજીયા તથા સમાજ સુરક્ષા વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ “વિશ્વ દિવ્યાંગજન દિવસ” ની ઉજવણી દિવ્યાંગોનુ મેડિકલ ચેકઅપ કરીને કરવામાં આવેલ હતી.|||

Must Read