Homeગુજરાતમોરબી108ની ટીમ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજણવી: ટંકારા

108ની ટીમ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજણવી: ટંકારા

-

ટંકારા ન્યુઝ : રક્ષાબંધનનો પર્વ પર હોય કે દિવાળી સતત ખડેપગે રહેતા વિભાગો માટે તહેવારો પર વધારે કામના ભારણના દિવસ હોય તેમ કહી શકાય. પરંતુ આ તકે પણ ફરજ પ્રત્યે નિષ્ઠાવાન ઈમરજન્સી સર્વિસના કર્મચારીઓ પોતાની કામગીરી બખુબી નિભાવતા હોય છે. આવી જ રીતે 108ની ટીમ પણ લોકોની સેવામાં રક્ષાબંધન પર્વ (Rakshabandhan) પર જોડાયેલી છે. ત્યારે ટંકાર (Tankara)માં 108ના સ્ટાફે ફરજ પર જ રક્ષાબંધન ઉજવણી કરી હતી.

વધુ વાંચો- રાષ્ટ્રધ્વજ તરીકે તિરંગો અને ગોલવલકરના વિચાર

ટંકારા તાલુકામાં કોઈપણ દર્દીઓને જરૂરી સમયે સેવા આપતી 108ની ટીમ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. આ તકે પાઈલોટ જન્મેસભાઈ અને કેપ્ટન પ્રકાશભાઈને ઈ.એમ.ટી. ડૉ. રૂબિયાબેને રાખડી બાંધી મોં મીઠુ કરાવી ભાઈઓને રક્ષાના આશિર્વાદ આપ્યા હતા.

વધુ વાંચો- હડતાળ પર રહેલા તલાટી મંત્રીઓ જડેશ્વરથી યોજશે તિરંગા યાત્રા

Must Read