36 C
Ahmedabad

સીધી નહીં ઊંધી ચાલે છે આ કાર ! જૂઓ વીડિયો, સત્ય શું છે ?

Published:


This car runs upside down ! Viral video on social media, Fact check. Satyamanthan Gujarati news.

આજકાલ સોશિયલ મીડિયા (Social media) પર એક વિડીયો (Video) ખૂબ વાયરલ (Viral) થઈ રહ્યો છે, જેને જોયા પછી કેટલાક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે, જ્યારે કેટલાક લોકો તેમનું હાસ્ય રોકી શકતા નથી. આ વીડિયો એક કારનો (Car) છે જે સીધી ચાલવાને બદલે ઊંધી (Upside down) ચાલે છે. હા, આ કારની ડિઝાઇન એટલી વિચિત્ર છે કે લોકો તેને જોઈને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. (વીડિયો લેખના અંતમાં છે.) Truth behind viral video.

કાર ઉંધી ચાલી !

અત્યાર સુધી લોકો પેટ્રોલ, ડીઝલ, ઇલેક્ટ્રિક અથવા ગેસથી ચાલતા વાહનોને તેમની આસપાસ અથવા ઇન્ટરનેટ પર જોયા છે, જે લગભગ સમાન ડિઝાઇન ધરાવે છે. પરંતુ સોશિયલ મીડિયા પર આ કારને જોયા બાદ લોકોનું મન પણ ચકરાવે ચઢી ગયું છે. કારણ કે કોઈએ ક્યારેય એવી કારની કલ્પના પણ નહીં કરી હોય કે કાર ઊંધી ચાલશે. તમે પણ પહેલી વાર આવી કાર જોઈ હશે. વિડીયો ધ્યાનથી જોયા બાદ તમને એક વખત લાગશે કે આ કાર પલટી ગઈ છે. પરંતુ તે એવું નથી.

hepgul5 નામના એકાઉન્ટમાંથી ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો શેર થયો છે. આ કાર ઉંધી ચાલી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.  લોકો આ વીડિયો ક્લિપ માત્ર એકબીજા સાથે શેર નથી કરી રહ્યા પરંતુ તેના પર વિવિધ પ્રકારની ટિપ્પણીઓ અને પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. જોકે, આ વીડિયો ક્યાંનો છે, અને આ વાહનની કિંમત શું છે, તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.

Video

Related articles

Recent articles