HomeટેકનોલોજીKia Sonet X Line SUV ભારતમાં લોન્ચ કરવાની યોજના

Kia Sonet X Line SUV ભારતમાં લોન્ચ કરવાની યોજના

-

Kia Sonet X Line:કિયા મોટર્સ તેની સબ કોમ્પેક્ટ એસયુવી(SUV) સોનેટનું જ ખાસ વેરિએન્ટ Kia Sonet X-Line SUV ને ભારતમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. જેમાં તેના ખાસ લુકની સાથે ઘણા બધા બેસ્ટ ફીચર્સ પણ જોવા મળશે. કિયા સોનેટ એક્સ લાઇન ટોપ વેરિએન્ટમાં સામેલ હશે.

New Kia Sonet X Line SUV ભારતમાં લોન્ચ કરવાની યોજના.

આ પહેલા કિયા મોટર્સે પોતાની સૌથી વધુ વેચાતી એસયુવી સેલ્ટોસનું એક્સ-લાઇન વેરિઅન્ટ લોન્ચ કર્યું હતું. કિયા સેલ્ટોસ એક્સ લાઇનના સારા વેચાણને જોતા કંપની હવે પોતાની સૌથી સસ્તી એસયુવી સોનેટને એક્સ લાઇન રજૂ કરવાની તૈયારીમાં છે. ખરેખર, છેલ્લા કેટલાક મહિનાઓથી સોનેટના વેચાણમાં ઘટાડો થયો છે અને તેને જોતાં કંપની હવે નવા પ્લાન પર કામ કરી રહી છે.

વાંચો: Mahindra Thar ને બદલી Electric SUV માં જૂઓ વિડીયો : ઓટોમોબાઈલ

Sonet X Line 2022 જોવામાં એકદમ સ્પોર્ટી
અત્યારે જો તમે કિયા સોનેટ એક્સ-લાઇનના સંભવિત દેખાવ અને ફીચર્સ વિશે જણાવશો તો તેમાં ગ્રેફાઇટ બ્લેક કલર પેઇન્ટ અને મેટ ફિનિશ સાથે ડાર્ક એક્સટીરિયર જોવા મળશે.

Kia Sonet X Line SUV interior
Kia Sonet X Line SUV interior

આ એસયુવીની બાજુમાં ક્રોમ એલિમેન્ટ્સની સાથે રિયરમાં મેટ ફિનિશ સાથે રિવાઇઝ્ડ ગ્રિલ જોવા મળશે. આ એસયુવીની સ્કિડ પ્લેટ, ફોગ લેમ્પ, સાઇડ બોડી ક્લેડિંગ અને એલોય વ્હીલ્સમાં ઓરેન્જ ઇન્સર્ટ જોવા મળશે. સોનેટ એક્સ લાઇનમાં મેટ ગ્રેફાઇટ ફિનિશ સાથે મોટા એલોય વ્હીલ્સ જોવા મળશે.

વાંચો: આ કીટ હીરો સ્પ્લેન્ડરને કરી દેશે ઇલેક્ટ્રિક વાહન, જાણો કિંમત અને એવરેજ શું છે ?

પાવર અને KIA SUVની ખૂબીઓ
કિયા સોનેટ એક્સ લાઇનમાં હનીકોમ્બ પેટર્નથી સજ્જ ડાર્ક લેધર અપહોલ્સ્ટ્રી 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે સપોર્ટ કનેક્ટેડ કાર ટેક્નોલોજી, વાયરલેસ ચાર્જિંગ, ઇલેક્ટ્રિક સનરૂફ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, એર પ્યુરિફાયર જેવા ફીચર્સ હશે.

વાંચો: સિંગલ ચાર્જમાં ચાલશે 230 કિમી Tata Nano કરતા પણ નાની E Car Microlino વાયરલ

Sonet X Line માં ડ્યૂઅલ એક્ઝોસ્ટ અને શાર્ક ફિન એન્ટેનાની સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ એક્સ-લાઇન બેજ આપવામાં આવશે. સાથે જ એન્જિન અને પાવરની વાત કરીએ તો તેમાં 1.5 લીટર ટર્બો ડીઝલ અને 1.0 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન જોવા મળશે. આ એસયુવીમાં 6 સ્પીડ ઓટોમેટિક અને 7 સ્પીડ DCT ટ્રાન્સમિશન ઓપ્શન આપવામાં આવશે.

Usa માં લોન્ચ થયેલ KIA 2022 EV6 વિશે જાણો

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...