Sunday, May 15, 2022

જૂઓ વીડિયો : પુરપાટ ઝડપે રાહદારીને ટક્કર મારી કાર ચાલક નાશી છુટ્યો તે કોણ છે ?

Car Accident video New Delhi : દક્ષિણ દિલ્હીના ગ્રેટર કૈલાશમાં એક માર્ગ અકસ્માતની દુઃખદ ઘટના સામે આવી છે. જે ઘટનાના કથિત સીસીટીવી ફૂટેજ (CCTV footage) સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ માર્ગ અકસ્માતમાં એક શખ્સને કાર ટક્કર મારે છે ત્યારે શખ્સ કારના બોનેટ સુધી ઉપર ચડી જાય છે. બાદમાં કારના ચાલકે બ્રેક મારતા એ શખ્સ નચી પટકાય જાય છે. પોલીસે ઘટના સંદર્ભે પૂર્વ આઈ.એ.એસ.ના પુત્ર પર ગુનો દાખલ કરી કાર્યાવાહી શરૂ કરી છે.

જૂઓ વીડિયો : કુવાડવા GIDC પાસે ટ્રકમાં લાગી આગ: રાજકોટ

સમગ્ર ઘટના એવી છે કે તારીખ 8 ફેબ્રુઆરીના રોજ સાંજે 6 વાગ્યા આસપાસ પોલીસને અકસ્માતની ઘટનાની માહિતી મળી હતી. જેમાં પીળા રંગની VolkesWagen Car ના ચાલખે એક રાહદારીને હડફેટે લીધો છે. કથિત રીતે કાર ઓવર સ્પિડમાં હતી જેથી રાહદારીને ઉડાવી દિધા બાદ બ્રેક લાગી શકી હતી. કારના ચાલકે સ્પિડ વધારે હોય રાહદારી શખ્સને થોડા અંતર સુધી તો ઘસડી નાખ્યો હતો.

Car Accident video વીડિયો રાહદારીને ટક્કર મારી કાર ચાલક નાશી છુટ્યો

રાહદારી શખ્સ મીડિયાના અહેવાલો પરથી વિજય મંડેલીયા હોવનું માલુમ પડે છે. ઈજ્જાગ્રસ્ત હાલતમાં રાહદારીને તુરંત સાકેત હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી કાર ચાલકને શોધી કાઢ્યો છે. હાલ ઈજ્જાગ્રસ્ત રાહદારીની સારવાર ચાલી રહી હોવાના અહેવાલ છે.

અહેવાલ પરથી માહિતી મળે છેકે ઈજ્જાગ્રસ્ત શખ્સે જણાવ્યું કે, તે રસ્તા પર પગપાળા જઈ રહ્યો હતો. તેજ સમયે એક પુરપાટ ઝડપે આવતી કારે તેને ટક્કર મારી દિધી હતી. આ ઘટના સંદર્ભે પોલીસે આજે એક પાંચ સીતારા હોટેલ બહાર થી 27 વર્ષીય આરોપી રાજ સુંદરમની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપી વિરુધ્ધ હત્યાની કોશીશ બદલ કલમ 307, અને કલમ 308 મુજબ ગુનો દાખલ કર્યો છે. આરોપી રીટાયર્ડ આઈ.એ.એસ. અધિકારીનો પુત્ર હોવાના અહેવાલ મળી રહ્યા છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
- Advertisment -

Must Read

instant load fraud application scam vadodara women photo viral police registered fir

ઈનસ્ટન્ટ લોનની એપ્લિકેશમાંથી લોન લેતા ચેતજો ! મહિલાને બદનામ કરવા આવા...

Gujarat News Live વડોદરા : મહિલા સુરક્ષાની વાતો વચ્ચ મહિલાઓ સબંધીત ગુનામાં વિકાસ જોવા મળે છે. પરંતુ વડોદરા પોલીસ...