Homeટેકનોલોજીજાણો મુસ્લિમ મહિલાઓના ફોટા હરાજી કરતી આ એપનો વિવાદ શું છે ?

જાણો મુસ્લિમ મહિલાઓના ફોટા હરાજી કરતી આ એપનો વિવાદ શું છે ?

-

Bulli Bai the Controversial App એપ પર મુસ્લિમ મહિલાઓના ફોટા મુકવાનો મામલાનો વિવાદ ચગી રહ્યો છે. ત્યારે આ એપના ક્રિએટરને બ્લૉક કરી દેવાયા છે. કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવએ ટ્વિટ કરી આ માહિતી આપી છે. વૈશ્વણવ એ ટ્વિટ કરી ‘GitHub’ એ આજ સવારે બ્લોક કર્યાની માહિતી આપી હતી.

Bulli Bai the Controversial App mahiti in Gujarati

  • Bulli Bai એપના વિરોધનું કારણ
  • સુલી ડીલ શું છે ?
  • બુલ્લી બાઈ કેવી રીતે થયું પ્રખ્યાત ?

CERT અને પોલીસ તંત્ર આગળની કાર્યવાહી કરી રહ્યુ છે. બીજી તરફ દિલ્લી પોલીસે ટ્વિટ કરી માહિતી આપી છે કે, આ બાબતે અધિકારીઓને સુચના આપી યોગ્ય કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.
સુલી ડિલ્સે સોશિયલ મીડિયા પર તરખાટ મચાવ્યા બાદ હવે બુલ્લી બાઈ નામની એપ તરખાટ મચાવી રહી છે.

હાલ આ એપ વિવાદમાં ઘેરાતા સોશ્યલ મીડિયામાં ટ્રોલ થઈ રહી છે. બીજી તરફ મુસ્લિમ મહિલાઓ આ એપને લઈ નારાજગી જાહેર કરી રહી છે.

બુલ્લી બાઈ નામની એપ વિવાદમાં આવતા હવે રાજકિય નિવેદન બાજીનો દોર શરૂ થઈ ગયો છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. આવા સમયે લોકોના મનમા સવાલ છે કે સુલી ડિલ્સ અને બુલ્લી બાઈ નામની એપ અને તેનો વિવાદ શું છે ? તેમજ તે એપથી મુસ્લિમ મહિલાઓ કેમ નારાજ છે ?

Bulli Bai એપના વિરોધનું કારણ
બુલ્લબી બાઈ નામની એપ્લિકેશનના કારણે મુસ્લિમ બિરાદરની મહિલાઓ ઘણી નારાજ થઈ છે. તેની પાછળ સોશિયલ મીડિયા ખાતા પરથી મુસ્લિમ બિરાદર મહિલાઓના ફોટો એકઠા કરે છે. આ તસવીરો પર તેઓ વાંધા જનક લખાણ લખી તેને ટ્રોલ કરવાનું કામ કરે છે.

આ એપ પર મોટી સંખ્યામાં મહિલાઓની તસવીરો છે જેમાં લખાણ લખી તેને શેર કરી તેની હરાજી પણ કરાઈ છે.

સુલી ડિલ શું છે ?
સુલી શબ્દ મહિલાઓ માટે અપમાન જનક શબ્દ માનવામાં આવે છે. ટ્વિટર પર સુલી ડિલ્સના નામે 4 જુલાઈ ના રોજ સ્ક્રિનશોટ્સ શેર કરવામાં આવ્યા હતા. તેના પર એપ્લિકેશનની ટેગ લાઈન હતી સુલી ડિલ ઑફ ધ ડે. આ સાથે મુસ્લિમ મહિલાના ફોટા સાથે તેને શેર કરાયુ હતુ. મળતા અહેવાલ મુજબ આ એપ્લિકેશનને ગીટ હબ (Git Hub) પર કોઈ અજાણ્યા ગ્રુપે બનાવી હતી.

બુલ્લી બાઈ કેવી રીતે થયુ પ્રખ્યાત ?
એક મહિલા પત્રકારને નિશાન બનાવ્યા બાદ આ એપ્લિકેશન લોકોની નજરે આવી હતી. જેમાં મુસ્લિમ મહિલાઓની તસવીરોનો સોદો કરવામાં આવે છે. જેમાં મહિલા પત્રકારની તસવીરો ગેરકાયદેસર ટ્રોલ કરવામાં આવી હતી.

બાદમાં મહિલા પત્રકારે ટ્વિટર પર માહિતી શેર કરતા જણાવ્યુ હતુ કે, મુસ્લિમ મહિલાઓ આ નવા વર્ષની શરૂઆત ‘ડર અને નફરતની લાગણી’ સાથ કરવી પડશે.

આ મામલે શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું હતુ કે, હોસ્ટિંગ (Hosting) ગીટહબ પ્લેટફોર્મનો ઉપયોગ કરી એક એપ્લિકેશન પર મોટી સંખ્યમાં મુસ્લિમ મહિલાઓના ફોટા મુકવામાં આવ્યા છે. આ મુદ્દો તેમને મુંબઈ પોલીસ સમક્ષ પણ ઉઠાવતા ગુનેગારોની ધરપકડ કરવાની માંગ પણ કરી હતી.

આ સમગ્ર મામલે મુસ્લિમ નેતા અસદ્દુદ્દિન ઔવેસી એ પણ પ્રતિક્રિયા આપતા શરમજનક બાબત સરકારની નિષ્ક્રિયતાના કારણે દેશમાં થઈ હોવાના આક્ષેપ કર્યા હતા.

Must Read