Homeગુજરાતવેરાવળમાં ધાણીશેરીમાં ૩ માળનું મકાન ધરાશાયી, બે પરિવારના ૧૨ સભ્યનો આબાદ બચાવ

વેરાવળમાં ધાણીશેરીમાં ૩ માળનું મકાન ધરાશાયી, બે પરિવારના ૧૨ સભ્યનો આબાદ બચાવ

-

બાજુમાં નવા બાંધકામ માટે ૧૫ ફૂટ ઊંડો પાયો ખોદતાં મકાન ધરાશાયી થયું, બે પરિવારના ૧૨ સભ્ય બેઘર બન્યા, ઘરવખરી અને દાગીના બધુ કાટમાળમાં દટાઈ ગયું

પરાગ સંગતાણી – વેરાવળ(Veraval))તા. ૧૯: વેરાવળની ધાણીશેરીમાં મકાન ધરાશાયી(Building collapse) થવાની ઘટના સામે આવી હતી . મકાન ધરાશાયી થતાં બે પરિવારો બે ઘર બની ગયા છે . મકાનની બાજુમાં આવેલું બિલ્ડિંગ પાડીને ત્યાં નવું બિલ્ડિંગ બાંધવા ૧૦ થી ૧૫ ફૂટ ઊંડો પાયો ખોદતાં આ મકાન ધરાશાયી થયું હતું .જ્યારે પરિવારજનો પહેરેલાં કપડે બહાર નીકળી જતાં તેમનો બચાવ થયો છે અને ગઇકાલે રવિવાર હોવાથી શેરીમાં લોકોની અવરજવર નહિવત્હોવાથી મોટી જાનહાનિ ટળી હતી .

મકાન નમી જતાં પરિવારજનો બહાર નીકળી ગયાં વેરાવળમાં ધાણીશેરી જૂની સેલટેકસવાળી ગલીમાં શ્યામ ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસ આવેલું છે . એ બિલ્ડિંગ પાડીને 15 દિવસથી નવા બાંધકામ માટે કામગીરી ચાલતી હતી . એમાં મંજૂરી વગર જેસીબીથી 10 થી 15 ફુટ ઊંડો પાયો ખોદવમાં આવ્યો હતો . આ દરમિયાન તેની બાજુમાં અડીને આવેલું ત્રણ માળનું મકાન શનિવારના બપોરના સમયે એકાએક નમવા લાગ્યું હતું .જેથી તે મકાનમાં રહેતા બે પરિવારના ૧૨ જેટલા સભ્ય પહેરેલાં કપડે બહાર નીકળી જઈ પોલીસને જાણ કરી હતી .

સાંજના સમયે આ નમી ગયેલું મકાન એકાએક ધડાકા ભેર તૂટી પડતાં બન્ને પરિવાર બેધર બની ગયા હતા . મકાનમાં રહેલો તેમનો સામાન અને જીવનમૂડી કાટમાળમાં દટાઇ ગઇ હતી . જોકે રવિવાર હોવાથી બજાર બંધ હોવાથી ગલીમાંથી વાહનચાલકો અને રાહદારીઓની મોટી આવન – જાવન ન હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી . મકાનમાં ૧૨ સભ્ય રહેતાં હતા ધરાશાયી થયેલા મકાનમાં બાબુભાઇ ભીખાભાઇ માલમડી અને વિજયભાઇ માલમડી બન્ને પરિવારોના ૧૨ સભ્ય રહેતા હતા .

તેમનું મકાન તા. ૧૭ ના રોજ નમી ગયું હોવાથી પોલીસમાં અરજી આપી હતી કે , અમારા મકાનની બાજુમાં ૧૫ ફૂટ ઊંડો ખાડો ખોદતાં મકાનને નુકસાન થયું છે , આખું મકાન ફાટી ગયું છે . ગમે ત્યારે પડવાની ભીતિ છે . ભય લાગતાં પરિવારના ૧૨ સભ્ય પહેરેલા કપડે બહાર નીકળી ગયા હતા .

મકાન ધરાશાયી થતાં બેઘર બનેલાં પરિવારજનોએ જણાવ્યું હતું કે અમે મજૂરી કરીને ગુજરાન ચલાવી છીએ , અમારી ઘરવખરી , દરદાગીના બધું કાટમાળમાં દબાઇ ગયું છે . મકાન નમી જતાં અમે પોલીસમાં અરજી પણ આપી હતી . નગરપાલિકાની કોઇપણ મંજૂરી વગર ખોદકામ કરાયેલું છે . ભગવાનની દયાથી અમે બહાર નીકળી ગયા હોવાથી બચી ગયા છીએ . આજુબાજુનાં અન્ય મકાનો પણ જર્જરિત થયાં આ મકાન પડવાથી વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો .

જ્યારે આ મકાન ધરાશાઇ થતાં આજુબાજુના અન્ય મકાનો પણ જર્જરિત થયાં છે . ફાયર વિભાગના કર્મચારીઓએ અડીને આવેલાં અન્ય મકાનોને ખાલી કરવા જાણ કરી છે . જોકે ઘટનાને પગલે કોઇ જવાબદાર અધિરારી સ્થળ પર ન ફરકતાં બેઘર બનેલાં પરિવારજનોમાં રોષ જાગ્યો હતો

Must Read