Homeગુજરાતઅમદાવાદવિડીયો ઉતારવા મામલે BRTSના બસ ડ્રાયવરને ફટકાર્યો: અમદાવાદ

વિડીયો ઉતારવા મામલે BRTSના બસ ડ્રાયવરને ફટકાર્યો: અમદાવાદ

-

અમદાવાદ ન્યુઝ : મહાનગરોમાં ટ્રાફિકના દૃશ્યો હવે સામાન્ય થઇ ગયા છે. તેમાં હવે અમદાવાદમાં વાહનોની સંખ્યામાં વધારો થયો છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે. અમદાવાદ (Ahmedabad)માં ઠેર-ઠેર ટ્રાફિકજામના દૃશ્યો દેખાવા તે સામાન્ય થઈ ગયું છે. તેમાં જાહેર વાહનવ્યવહાર ખોરવાતા જનતાએ પણ હાલાકીનો સામનો કરવો પડે છે.

અમદાવાદ કોર્પોરેશન AMC દ્વારા ચલાવવામાં આવતી AMTS અને BRTS બસ સમયસર નિર્ધારિત સ્થળે પહોંચાડવાની જવાબદારી જે તે બસના ડ્રાઇવરના શિરે હોય છે. ક્યારેક ટ્રાફિકના કારણે બસ મોડી પડે તો ડ્રાઇવરે ઠપકો સાંભળવો પડે છે. માટે આવા સમયે સાબિતી માટે તેઓ ટ્રાફિકનો વિડીયો રેકોર્ડ કરી લે છે.

તાજેતરમાં વિજયપાર્ક ચાર રસ્તા પાસે ટ્રાફિકજામ હોવાથી BRTS બસના ડ્રાઇવર જયેશ પરમાર વિડિયો રેકોર્ડ કરી રહ્યા હતા. તેઓ ઠક્કરનગરથી બસ લઇને વિજયપાર્ક ચાર રસ્તા પહોંચ્યા ત્યારે ટ્રાફિકના કારણે બસ મોડી હોવાથી મોડા પહોંચવાનું કારણ દર્શાવવા વિડીયો લઇ રહ્યા હતા. દરમિયાન એક કારમાંથી બે વ્યક્તિઓ બહાર આવ્યા અને ડ્રાઇવરને વિડીયો કેમ બનાવે છે તેમ કહીને માર મારવા લાગ્યા હતા. વિડીયો બનાવવા બાબતે ઝગડો કરીને બસ ચાલકને મોઢા અને હોઠ ઉપર મુક્કા મારતા બસ ચાલક ઇજાગ્રસ્ત થયા હતા. આટલેથી ન અટકતા બંને વ્યક્તિઓએ બસ ડ્રાઇવરને ધમકી પણ આપી હતી.

ડ્રાઇવર દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરવાથી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કૃષ્ણનગર પોલીસે આરોપી વિજયસિંહ અને તેની સાથે રહેલા અન્ય વ્યક્તિ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો- લોધીકા પંથકમાં એસ.ટી. બસ અનિયમિત; સ્થાનિકોની આંદોલનની ચીમકી: રાજકોટ

Must Read