Homeજાણવા જેવુંવર-કન્યાએ દુનિયામાં માનવતાનો દાખલો બેસાડ્યો - જાણીને તમે પણ ગર્વ અનુભવશો

વર-કન્યાએ દુનિયામાં માનવતાનો દાખલો બેસાડ્યો – જાણીને તમે પણ ગર્વ અનુભવશો

-

વર-કન્યાએ માનવતાનો દાખલો બેસાડ્યો, લગ્નના દિવસે જ એવો સંકલ્પ લીધો કે જાણીને તમે પણ ગર્વ અનુભવશો -bride and groom set an example of humanity in the world

આપણા બધામાં લોકોને મદદ કરવાની ભાવના હોય છે. તે જ સમયે કેટલાક લોકો એવા હોય છે જે અન્યની મદદ માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. તેમના માટે અન્યને મદદ કરવી એ જીવનનો સૌથી મોટો હેતુ હોય છે. આજકાલ લોકો તેમના જીવનના કોઈ ખાસ પ્રસંગે લોકોને મદદ કરવા માટે  એક વિશેષ સંકલ્પ લેતા હોય છે. આવું જ એક ઉદાહરણ કર્ણાટકમાંથી સામે આવ્યું છે. જ્યાં લગ્નના દિવસે વર-કન્યાએ લોકોને મદદરૂપ થવા માટે ખાસ સંકલ્પ લઈને માનવતાનું ઉદાહરણ(bride and groom set an example of humanity in the world) રજૂ કર્યું છે.

bride and groom set an example of humanity in the world
bride and groom set an example of humanity in the world | image credit : aninews.in

કર્ણાટકના હુબલીમાં નવપરિણીત યુગલે પોતાના લગ્નના દિવસે ખાસ સંકલ્પ લઈને લોકો માટે એક દાખલો બેસાડ્યો(bride and groom set an example of humanity in the world) છે. વરરાજા અને નવધૂએ તેમના જીવનના આ ખાસ અવસર પર તેમની આંખોનું દાન કરવાની પ્રતિજ્ઞા લીધી અને લોકો સમક્ષ માનવતાનું ઉદાહરણ બેસાડ્યું. આ અવસરે મેરેજ હોલની અંદર નવવિવાહિત યુગલના પરિવારજનો અને સગા-સંબંધીઓ માટે આંખનું દાન કરવા ઇચ્છતા લોકો માટે આઇ બેંકનો સ્ટોલ પણ ઉભો કરવામાં આવ્યો હતો.

bride and groom set an example of humanity in the world |

ન્યૂઝ એજન્સી એએનઆઇ  સાથે વાત કરતા વરરાજાએ કહ્યું, “આજે અમારા પરિવારના તમામ સભ્યોએ આંખો દાન કરવા માટે સહી કરી છે અને રસ ધરાવતા લોકો માટે મેરેજ હોલમાં એક કાઉન્ટર પણ લગાવી દીધું છે. હું ખુશ છું કારણ કે મારા પરિવારે મને સપોર્ટ કર્યો.” એએનઆઇ અનુસાર, ત્યાં હાજર એક ડોક્ટરે લગ્નમાં આવેલા તમામ લોકોને તેમની આંખોનું દાન કરવાની અપીલ પણ કરી હતી.

વધુ વાંચો – South Korea Suicide Problem અહી દુનિયામાં સૌથી વધારે લોકો આત્મહત્યા કરે છે

Must Read