Homeગુજરાતપોલીસ ગ્રેડ પેની આશા બંધાણી; ગૃહ રાજ્યમંત્રી સુરતમાં કરી શકે છે જાહેરાત:...

પોલીસ ગ્રેડ પેની આશા બંધાણી; ગૃહ રાજ્યમંત્રી સુરતમાં કરી શકે છે જાહેરાત: અહેવાલ

-

સુરત ન્યુઝ : પોલીસ વિભાગના જવાનો ગ્રેડ પે (Police Grade Pay)ની પડતર માગણીનો સ્વિકાર થાય તેવા એંધાણ હોવાના અહેવાલ મળી રહ્યાં છે. નવજીવન ન્યુઝના અહેવાલ પરથી માહિતી મળે છે કે, સુરત પોલીસ કમિશનર (Surat Police Commissoner) દ્વારા પોલીસ સ્ટેશન દીઠ 15 પોલીસકર્મી અને અધિકારીને સાંજના સમયે પરિવાર સાથે પોલીસ ભવન હાજર રહેવાનું જણાવાયું છે. ત્યારે આશંકા સેવાઈ રહી છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) દ્વારા ગ્રેડ પે મુદ્દે મોટી જાહેરાત (Grade Pay Announcement)થઈ શકે છે.

પોલીસ વિભાગમાં ગ્રેડ પેની પડતર માગણીને લઈ લાંબી લડત બાદ નિરાકરણની આશા બંધાતી દેખાઈ રહી છે. ત્યારે પોલીસ વિભાગના અધિકારીઓ આ સંભવતી ખબરને લઈને ઉત્સાહમાં આવી ગયા છે. માનવામાં આવે છે કે સ્વતંત્રતા પર્વ અને તહેવારોની ભેટ તરીકે પોલીસ કર્મચારી (Police Personnel)ઓ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મોટી જાહેરાત કરી શકે છે.

પ્રાપ્ત વિગતો મુજબ સાજંના સમયે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોલીસ ભવન ખાતે 300 પોલીસકર્મીઓના પરિવારની હાજરીમાં પત્રકાર પરિષદ સંબોધન કરવા જઈ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાંજ પોલીસ વિભાગના કર્ચમારીઓ દ્વારા આમ આદમી પાર્ટીના સ્ટેટસ સોશિયલ મીડિયા પર મુક્યા હતા ત્યાર બાદ સરકાર પર દબાણ સર્જાયું છે.

સંભાવનાઓ મુજબ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી સુરત પોલીસ ભવન ખાતે મોટી સંખ્યામાં હાજર પોલીસ પરિવારને મોટી જાહેરાતની ભેટ આપશે. બાદમાં તેને ઉજવણી જેવા માહોલમાં ફેરવી દેઈ મીડિયા મારફતે લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કરવામાંં આવશે. નોંધનીય છે કે આગામી વિધાનસભા ચૂંટણી 2022 નજીક આવી રહી છે ત્યારે સરકારને પોલીસ વિભાગના નારાજ કર્મચારીઓ સામાન્ય રીતે પરવડે નહીં તેવુ રાજકીય વિશ્લેષકોનું માનવું છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...