Homeગુજરાતયુવરાજસિંહ જાડેજાની ગર્જના, જેલ બહાર આવતા જ કરી આ મોટી જાહેરાત !

યુવરાજસિંહ જાડેજાની ગર્જના, જેલ બહાર આવતા જ કરી આ મોટી જાહેરાત !

-

Breaking News Gujarati અમદાવાદ : આમ આદમી પાર્ટીના નેતા અને વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજા જેલમાંથી મુક્ત થયા છે. પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચઢાવી દેવાના મામલે હાલ તેઓને શરતી જામીન મળ્યા છે. જેલની બહાર આવતા જ યુવરાજસિંહે હુંકાર કર્યો છે કે, તેઓ યુવાનો માટેની લડાઈ ચાલુ જ રાખશે અને એક નવું સંગઠન બનાવશે.

ગતરોજ જામીન પર છુટાકારો મેળવ્યા બાદ યુવરાજસિંહ જાડેજા જેલ બહાર આવ્યા હતા. બહાર આવતાની સાથે જ તેઓ એ સિંહ ગર્જના કરી હતી. અને આજરોજ મીડિયા સમક્ષ યુવરાજસિંહે એક નવા સંગઠનની જાહેરાત કરી છે. ‘યુવા નવનિર્માણ સેના‘ નામનું સંગઠન બનાવી શિક્ષિત અને અશિક્ષિત તમામ યુવાનો માટે તેઓ લડાઈ લડશે તેમ જણાવ્યું છે.

યુવરાજસિંહ જાડેજાની ગર્જના: જેલ બહાર આવતા જ યુવા નવનિર્માણ સેનાની જાહેરાત

આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ પણ યુવરાજસિંહ સતત આમ આદમી પાર્ટીથી અળગા રહ્યા છે. ત્યારે આજે તેમને સૂચક નિવેદન આપ્યું કે યુવાનોની લડાઈને રાજકીય રંગ ન આપવો જોઈએ અને યોગ્ય સ્તરે રજૂઆતો થવી જોઈએ. સાથે જ તેમણે કહ્યું કે પાર્ટી છોડવાનો કોઈ સવાલ જ નથી, હું યુવાનોના હિત માટે લડ્યો છું અને મારી ભૂમિકાથી સૌ કોઈ વાકેફ છે. મને યુવાનોના નેતા તરીકે જ દર્શાવવામાં આવ્યો છે.

તમામ સમાજોને સાથે લઈને ચાલવાની વાત કરી યુવરાજસિંહે રાજ્યના મોટાભાગના યુવાનો તરફ પોતાની મીટ માંડી હોય તેવું જણાય છે. તેમણે કહ્યું કે તમામ સમાજના યુવાનો મારી સાથે ઉભા રહ્યા અને અવાજ ઉઠાવ્યો છે. યુવા નવ નિર્માણ સેના યુવાનો અને વિદ્યાર્થીઓની વેદના અને પ્રશ્નો ઉઠાવશે. આ સંગઠનના માધ્યમથી બિન રાજકીય રીતે અવાજ ઉઠાવીશું. સરકાર અને સત્તા પક્ષ સામે રાખીશું. અને યુવા નવ નિર્માણ સેના બિન રાજકીય રહેશે તેવું પણ યુવરાજસિંહે જણાવ્યું હતું.

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...