Homeરાષ્ટ્રીયપેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા પર પ્રધાનમંત્રી મોદીની રાજ્ય સરકારોને અપીલ, જાણો શું બોલ્યા

પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા પર પ્રધાનમંત્રી મોદીની રાજ્ય સરકારોને અપીલ, જાણો શું બોલ્યા

-

Breaking News Gujarati Today : કોરોના વાયરસના કેસ વધતા હોવાના અહેવાલો વચ્ચે પ્રધાનમંત્રીએ કોરોના મામલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેઓ એ પેટ્રોલ ડીઝલનો પણ મુદ્દો છેડી વિપક્ષને ટોણા માર્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારના રોજ કોરોના વાયરસ મામલે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમા તેમણે અર્થતંત્રનો મુદ્દો છેડ્યો અને કહ્યું હતું કે, અર્થતંત્ર મામલે પણ દેશમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે તાલમેલની તાતી જરૂર છે. તેમણે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મામલે કહ્યું કે, દેશવાસીઓ પર પેટ્રોલ અને ડીઝલના ભાવનો બોજ ઘટાડવા માટે કેન્દ્ર સરકારે નવેમ્બર માસમાં એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી હતી. સાથે રાજ્યોને આગ્રહ પણ કર્યો હતો કે તેઓ પણ ટેક્સ ઘટાડો કરે, પરંતુ કેટલાક રાજ્યો એ પોતાની પ્રજાને ફાયદો આપ્યો નહીં આ એક પ્રકારનો મોટો અન્યાય છે.

Breaking News Gujarat: પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા પર પ્રધાનમંત્રી મોદીની રાજ્ય સરકારોને અપીલ

પટ્રોલ ડીઝલમાં ટેક્સ મામલે ગુજરાત રાજ્યનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું હતું કે, જે રાજ્યોએ ટેક્સમાં ઘટાડો કર્યો છે તેના રાજસ્વમાં ઘટાડો આવે છે. જેમકે ગુજરાત રાજ્ય એ ટેક્સ ઘટાડો ન કર્યો હોત તો તેને 3 હજારથી 4 હજાર કરોડનો રાજસ્વ મળતો હોત. પરંતુ ગુજરાત સરકારે નાગરિકોને રાહત આપવા માટે પગલું ભર્યું છે. પણ ગુજરાત અને કર્ણાટકના પાડશી રાજ્યોની સરકારોએ ટેક્સ ઘટાડો કર્યો નહીં અને રાજસ્વ ભેગુ કર્યું.

પ્રધાનમંત્રી મોદીએ રાજ્યોના નામ લઈને ટકોર કરી હતી. જેમાં તેમણે કહ્યં કે, 6 માસ પહેલા જ મહારાષ્ટ્ર, બંગાળ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને ઝારખંડ જેવા તમામ રાજ્યોએ વેટમાં ઘટાડો કર્યો નહી જેથી પ્રજા પરેશાન થતી રહી ચે. પરંતુ હવે હું પ્રાર્થના કરું છું કે તમારા રાજ્યોના નાગરિકોને વેટ ઘટાડો કરી લાભ આપો.

મુખ્યમંત્રીઓને આપી સલાહ

અંતમાં PM મોદીએ કહ્યું કે વાંધો નહીં હવે 6 માસ મોડું થઈ ગયું છે, આ છ મહિનામાં તમારી સરકારે જે કમાણી કરી તે તમારા રાજ્યને કામમાં આવશે પણ હવે મારી અપીલ છે કે વેટ ઘટાડો કરો.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...