Breaking news Gujarati– આજના સમાચાર મુંબઈ Mumbai : મહારાષ્ટ્ર ભાજપ BJP ના નેતા મોહિત કંબોજે મફત લાઉડસ્પીકર આપવાની જાહેરાત કરી છે. સૌથી ધનાઢ્ય રાજકારણીઓમાંના એક મોહિત કંબોજે ટ્વીટ કર્યું કે “કોઈપણ વ્યક્તિ જે મંદિરમાં લાઉડસ્પીકર Loudspeaker લગાવવા માંગે છે તે અમારી પાસેથી મફતમાં માંગી શકે છે. બધા હિન્દુઓનો એક અવાજ હોવો જોઈએ! જય શ્રી રામ! હર હર મહાદેવ!”. આ પ્રસ્તાવ એવા સમયે આપવામાં આવ્યો છે જ્યારે ભાજપ અને રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) મસ્જિદોમાં લાઉડસ્પીકર પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહી છે.
આ માંગને કારણે મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં MNS નેતાઓ દ્વારા લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા પણ વગાડવામાં આવી રહી છે. તાજેતરમાં MNS પ્રમુખ રાજ ઠાકરેએ મસ્જિદોમાં લાઉડસ્પીકર બંધ કરવાની માંગ કરી હતી. રાજ ઠાકરેએ શનિવારે તેમની ગુડી પડવા રેલીમાં ચેતવણી આપી હતી કે જો મસ્જિદોની બહારથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે. તો તેઓ હનુમાન ચાલીસા Hanuman Chalisa વગાડશે. જે બાદ તેમની પાર્ટીના નેતાઓ દ્વારા લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવામાં આવી છે. આ પહેલા મુંબઈ ભાજપે પણ માંગ કરી હતી કે મસ્જિદમાંથી લાઉડસ્પીકર હટાવવા જોઈએ.
Breaking News Gujarati/ અઝાન vs હનુમાન ચાલીસા: BJP નેતાની મફત લાઉડસ્પિકરની ઓફર
ભાજપે પણ મનસે પ્રમુખ રાજ ઠાકરેની આ માંગને આવકારી છે. ભાજપ નેતા મોહિત કંબોજે કહ્યું હતું કે જે કોઈ હનુમાન ચાલીસા વગાડશે, તેને તેઓ લાઉડસ્પીકર આપશે. તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં BMCની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે અને તેના પહેલા ભાજપ અને MNS દ્વારા હિન્દુત્વનું કાર્ડ રમાઈ રહ્યું છે. આ બંને પક્ષો શિવસેનાને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાસ્તવમાં, મસ્જિદોની બહાર લાઉડસ્પીકર ન લગાવવાની માંગ મૂળ બાળ ઠાકરેએ કરી હતી.
આ સાથે જ આ સમગ્ર મામલે મહારાષ્ટ્રના ગૃહમંત્રીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે સમાજમાં ભાગલા પાડવા માટે આવા નિવેદનો કરવામાં આવી રહ્યા છે. જ્યારે સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ પણ તાજેતરમાં જ્યુસ સેન્ટર શરૂ કર્યું છે. તેમણે કહ્યું છે કે આ જ્યુસ સેન્ટરમાં મુસ્લિમો હનુમાન ચાલીસા વગાડનારા લોકોનું સ્વાગત કરશે.