Homeરાષ્ટ્રીય'આ એક સંદેશ છે' : જીજ્ઞેશ મેવાણી વિરૂધ્ધ કેસ કરનાર ભાજપના નેતા...

‘આ એક સંદેશ છે’ : જીજ્ઞેશ મેવાણી વિરૂધ્ધ કેસ કરનાર ભાજપના નેતા એ આવું કહ્યું

-

Breaking News Gujarati : ગુજરાતના વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી Jignesh Mevani ની આસામ પોલીસે ધરપકડ કરતા અનેક રાજકીય તર્ક વિતર્ક શરૂ થયા હતા. ત્યારે સૌથી મોટો તર્ક એ ચર્ચામાં હતો કે સત્તાની સામે સવાલ કરતા મેવાણીની ધરપકડ ડરાવવાનો પ્રયાસ છે. ત્યારે એન.ડી.ટી.વી.ની હિન્દી વેબસાઈટ પર એક અહેવાલમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં ભાજપના જે નેતાઓ મેવાણી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે તેમની સાથે વાતચીતનો હવાલો આપવામાં આવ્યો છે.

આસામ પોલીસે કથિત ટ્વિટ્સ મામલે જીજ્ઞેશ મેવાણીની પાલનપુર ખાતેથી ધરપકડ કરી છે. મોડી રાત્રે અચાનક તેમની ધરપકડ કરી વિમાન મારફતે આસામ લઈ જવાયા છે. આ કથિત ટ્વિટ્સમાં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને “નાથુરામ ગોડસેના સમર્થક” તરીકે કથિત રીતે વર્ણવ્યા હતા. મેવાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવનાર અરૂપ કુમાર ડે બોડોલેન્ડ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના નેતા છે.

Breaking News ‘આ એક સંદેશ છે’ : જીજ્ઞેશ મેવાણી વિરૂધ્ધ કેસ કરનાર ભાજપના નેતા

NDTV.IN પર પ્રસિધ્ધ કરેલા એક અહેવાલમાં જણાવાયું છે કે, તેમણે આ મામલે ફરિયાદી અરૂપ કુમાર ડે સાથે વાતચીત કરી હતી. જેમાં અરૂપ કુમાર ડે એ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે “નકારાત્મક” ઑનલાઇન પોસ્ટથી ભાજપના કાર્યકરોને નુકસાન થાય છે અને લોકોએ તેમના વિશે ટ્વિટ કરતી વખતે “સાવચેત” રહેવું જોઈએ. સાથે જ અહેવાલ પરથી માલુમ પડે છે કે, આ અરૂપ કુમાર ડે, એક યુવા ભાજપના નેતા, બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલ (BTC) ના ચૂંટાયેલા સભ્ય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના હવાલે કાઉન્સિલ સરકારના એક્ઝિક્યુટિવ સભ્ય છે.

કથિત રીતે મેવાણી પર ગુનાહિત કાવતરું, પૂજા સ્થાનો સંબંધિત ગુનાઓ, ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને શાંતિ ભંગ કરવા માટે પ્રેરિત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ડેએ આ મામલે NDTV.IN ને જણાવ્યું કે, તેઓ ઘણા સમયથી મેવાણીની ટ્વીટ જોઈ રહ્યા હતા. અને “તે (મેવાણી) હંમેશા પીએમ મોદી વિશે નકારાત્મક બોલે છે. અમે નસીબદાર છીએ કે મોદીજી અમારા પીએમ છે અને મેવાણી તેમનું નામ તાજેતરની (ઘટનાઓ) હિંસા સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. શું આ માટે પીએમ મોદી જવાબદાર છે? તે કહે છે કે ગોડસે પીએમ મોદીના ભગવાન છે, તેનો શું પુરાવો છે? શું તેની પાસે છે?”

બોડોલેન્ડ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના નેતા ડેએ કહ્યું, “અમે ભાજપના કાર્યકર્તા છીએ અને અમે વડાપ્રધાન મોદીજી વિશે આવી ભ્રામક અને ષડયંત્રકારી પોસ્ટ અને ટ્વિટને સહન નહીં કરીએ.” વિરુદ્ધ પોલીસ ફરિયાદ દ્વારા સંદેશ આપવા માંગીએ છીએ. “આ ફરિયાદ દ્વારા, અમે અન્ય લોકોને, ખાસ કરીને જનપ્રતિનિધિઓને સંદેશ આપવા માંગીએ છીએ કે તેઓ પીએમ મોદી વિશે ટ્વિટ કરતી વખતે સાવચેત રહે. અમે એફઆઈઆર નોંધાવી, કડક કલમો લગાવી કારણ કે મેવાણી ચોક્કસ સમુદાયને ઉશ્કેરવા માગતા હતા.

આ અહેવાલની માહિતી NDTV.IN પર પ્રસિધ્ધ થયેલા અહેવાલ પરથી લેવામાં આવી છે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...