Homeરાષ્ટ્રીયઆપની શાળામાં બોમ્બ ફિટ કર્યો છે તાત્કાલિક પોલીસને જાણ કરો: બેંગલુરુમાં ઈ...

આપની શાળામાં બોમ્બ ફિટ કર્યો છે તાત્કાલિક પોલીસને જાણ કરો: બેંગલુરુમાં ઈ મેઈલથી ધમકી

-

દેશ-દુનિયાના સમાચાર, Breaking News Today : કર્ણાટકના બેંગલુરુની 7 શાળા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ધમકી મળતા જ શાળાઓમાં હંગામો મચી ગયો હતો. ત્યારે ગંભીરતાને પારથી રાજ્યની એન્ટી બોમ્બ સ્કોવોડે તાત્કાલીક તપાસ આદરી હતી. આ મામલે બેંગલુરુ પોલીસ કમિશનર કમલ પંતે મીડિયાને જણાવ્યું હતું કે, 7 શાળાઓને એક ઈ મેઈલ મોકલી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જે મામલે પોલીસ ગંભીરતા પૂર્વક તપાસ કરી રહી છે.

Breaking News Gujarati: આપની શાળામાં બોમ્બ ફિટ કર્યો છે બેંગલુરુમાં ઈ મેઈલથી ધમકી

કર્ણાટકની રાજધાની બેંગલુરુની 7 શાળાઓને ઈ મેઈલ મારફતે બોમ્થી શાળા ઉડાવી દેવાની ધમકી મળી હતી. જે બાદ પોલીસે તાત્કાલીક બોમ્બ સ્કવોડને કામે લાગાડી હતી. સ્થાનિક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મુદ્દાની ગંભીરતા પારખી તાત્કાલીક શાળામાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. બોમ્બ ડિસ્પોઝલ સ્કોવડ પર સ્થળ પર પહોંચી તપાસમાં લાગી હતી. આ મામલે પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ તેઓ ટીમ બનાવી ઈ મેઈલના આધારે તપાસ કરી રહ્યાં છે. વધુ માહિતી આવતા તેઓ જાહેર કરશે.  

પ્રાપ્ત વિગતો મુજબ શાળાઓન મળેલી ધમકીમાં લખ્યુ છે કે, આપની શાળામાં ખુબ શક્તિશાળી બોમ્બ ફિટ કરવામાં આવ્યો છે અને આ મજાક નથી માટે તાત્કાલિક પોલીસને જાણ કરો.

શાળાઓને મેલ દ્વારા ધમકી આપવામાં આવી છે, તેમાં લખવામાં આવ્યું છે કે તમારી શાળામાં ખૂબ જ શક્તિશાળી બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો છે. આ મજાક નથી. તાત્કાલિક પોલીસને આ બાબતે જાણ કરો.

વાયરલ વિડીયો ન્યુઝ ગુજરાતીમાં :

વાયરલ ખબર/ કારની છત પર ડાન્સ કરતા યુવકોને પોલીસે કર્યો આવો દંડ

વિડીયો- હાસ્ય: ટ્રેનમાં જગ્યા ન મળે તો આવું ન કરશો લોકો હાસ્યનું પાત્ર બનાવશે

જૂઓ વિડીયો- કેવી રીતે ‘ઢોલીડા’ ડાન્સ પહોંચ્યો પેરીસના ‘એફિલ ટાવર’ સુધી

Must Read