Breaking News Gujarati Today, આજના તાજા સમાચાર ગુજરાત : ગઈકાલે આમ આદમી પાર્ટી AAP ના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાની ગાંધીનગર પોલીસે ધરપકડ કરી હતી. આજરોજ આ મામલે ગાંધીનગર રેન્જ આઈ.જી. અભય ચુડાસમાએ ગાંધીનગર Gandhinagar ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના પ્રવિણ રામ એ Pravin Ram પણ અમદાવાદ Ahmedabad ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પોલીસે કરેલી પત્રકાર પરિષદમાં યુવરાજસિંહ એ Yuvrajsinh Jadeja પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચઢાવી દિધાનો આક્ષેપ સાથે કથિત વીડિયો રજૂ કર્યો હતો. ત્યારે પ્રવિણ રામે આ સરકારનું રાજકિય કાવતરું ગણાવી પૂર્વેની અને આગામી LRD ભરતી બાબતે આક્ષેપ કર્યા હતા.
આમ આદમી પાર્ટીના યુવા નેતા અને યુવા વિદ્યાર્થીઓના નેતા ગણાતા યુવરાજસિંહે અગાઉ કેટલાક પેપેરલીક અને ભરતી પરીક્ષાની ગેરરીતીના કૌભાંડો ખુલ્લા પાડ્યા છે. ત્યારે હવે યુવરાજસિંહની ગઈકાલે પોલીસે 307 ની ગંભીર કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. જે મામલે આમ આદમી પાર્ટીના યુવા નેતા પ્રવિણ રામ મેદાને આવ્યા છે. તેમણે આજે પત્રકારો જણાવ્યું કે, યુવાનો માટે અવાજ ઉઠાવનાર યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી યુવાનોનો અવાજ દબાવવાનો પ્રયાસ થયો છે. આ ઘટના નિંદનીય અને વખોડવા લાયક છે.
યુવરાજસિંહને દબાવવા અગાઉથી જ પ્રયાસો થઈ રહ્યાં હતા તેવું જણાવી પ્રવિણ રામે જણાવ્યું કે, તેમના ટ્વિટ્ટર એકાઉન્ટ હેક કરવાનો એમના રહેણાંક સ્થળે પરેશાની ઉભી કરીને ઘર ખાલી કરવાનું દબાણ પણ કરવામાં આવ્યું છે. પરંતુ જ્યારે યુવરાજસિંહ વિદ્યાસહાયકોના સમર્થનમાં આવ્યા ત્યારે તેમને ખોટીરીતે ગેરરીતી કરી 307 સહિતની ગંભીર કલમો હેઠળ જેલમાં ધકેલવાનું કાવતરું કરવામાં આવ્યું છે.
આમ આદમી પાર્ટી દ્વારા આગામી LRD ની ભરતી માં કૌભાંડ થઇ શકે તેવી શક્યતા સાથે એક helpline number ની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જણાવાયું છ કે, ક્યાંય પણ ગેરીરીતી જણાય તો જાણ કરવી.તો helpline number: 9998203536 પર પુરાવા સાથે જાણ કરવી.
Breaking News Gujarati Today: LRD પરીક્ષા પહેલા પાળ બાંધવા યુવરાજસિંહની ધરપકડ: પ્રવિણ રામ AAP
ઉપરાંત આગમી 10 તારીખે યોજાનાર LRD ભરતી પરીક્ષા મામલે પ્રવિણ રામે કહ્યું કે, સરકાર કે સરકારના મળતીયાઓ કૌભાંડો કરે અને તેને ક્યાંક યુવરાજસિંહ ઉજાગર ન કરે, અને સરકારને નીચ જોણું ન થાય તે ડરના કારણે સરકારને યુવરાજસિંહને પાણી પહેલા પાળ બાંધી જેલના સળીયા પાછળ ધકેલવાનું કામ કર્યું છે.
આગામી ભરતી પરીક્ષા મામલે સરકાર પર સણસણતો આક્ષેપ કરતા ‘આપ’ ની અખબારી યાદીમાં જણાવાયું છે કે, LRD ના કૌભાંડો બહાર ના આવે એવી સરકારની અગાઉથી તૈયારી થઇ રહી છે અને યુવરાજ સિંહને જેલના સળીયા પાછળ ધકેલવામાં આવ્યા છે.
સાથે જ આમ આદમી પાર્ટીની યુથ વિંગ દ્વારા માંગણી કરાઈ છે કે, યુવરાજસિંહ પર લગાવેલી ખોટી કલમો ને દૂર કરવામાં આવે અને આગામી LRD ની ભરતી માં કોઈ પણ પ્રકાર ની ગેરરીતિ ના થાય એની તકેદારી લેવામાં આવે અને વિદ્યાસહાયકોની માંગણી ધ્યાનમાં લેવામાં આવે. તેમજ આમ આદમી પાર્ટીની લીગલ ટીમ અને પાર્ટી યુવરાજસિંહ અને ગુજરાતના યુવાનો સાથે ખડે પગે છે તેમ પ્રવિણ રામે જણવાયું હતું.
Read Today’s Gujarati News :
જૂઓ વીડિયો/AAP નેતા યુવરાજસિંહે પોલીસ પર કાર ચઢાવ્યાના ફૂટેજ સામે લાવી પોલીસ
મિત્રો…આ છે ‘અચ્છે દિન’ ? 16 દિવસમાં પેટ્રોલ-ડીઝલમાં 14મી વખત વધારો