Breaking News Gujarati Today, આજના સમાચાર : ગુજરાત પોલીસ Gujarat Police બેડામાં 70 કરતા વધારે ઉચ્ચ અધિકારીઓની બદલી થયા બાદ હવે 47 પોલીસ ઈન્સપેક્ટર્સની બદલી કરવામાં આવી છે. ગઈકાલે મોડી રાત્રે 47 બીન હથિયારી પોલીસ ઈન્સપેક્ટરની બદલી કરવા આવી હતી.
Breaking News Gujarati/ રાજ્યના 47 પોલીસ ઈન્સપેકટરની બદલી
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીકર આવી રહી છે ત્યારે પોલીસ બેડામાં મોટા પાયે ફેરફારો થતા જોવા મળી રહ્યાં છે. એક જ સ્થળ પર 3 વર્ષ કે તેના કરતા વધારે સમયસુધી નોકરી થઈ હોય તે પોલીસ ઈન્સપેક્ટરની વહિવટી કરાણોસર બદલી કરવામાં આવી છે. જેમાં 47 પોલીસ ઈન્સપેક્ટરની Police Inspector Transfer બદલી કરવામાં આવી હતી અને હવે ટૂંક સમયમાં જ પોલીસ સબ ઈન્સપેક્ટરની મોટા પાયે બદલી થાય તેવી ચર્ચા જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગત 1 એપ્રિલના રોજ 88 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી હતી.
તાજા સમાચાર વાંચો:
ઓછા સ્ટાફે ચાલતી લોધીકા પોસ્ટ ઓફિસથી અનેક સેવાને અસર, સામાજિક કાર્યકરોની રજૂઆત
રાજકારણના મોટા સમાચાર/ પ્રશાંત કિશોરની 500 લોકોની ટીમ ગુજરાત આવી ગઈ !