Homeરાષ્ટ્રીયરસી નહિ લીધેલા લોકો પર પ્રતિબંધ પરત ખેંચવો જોઈએ, સરકાર રસી માટે...

રસી નહિ લીધેલા લોકો પર પ્રતિબંધ પરત ખેંચવો જોઈએ, સરકાર રસી માટે દબાણ ન કરી શકે : સુપ્રીમ કોર્ટ

-

Breaking News Gujarati : કોરોનાને કારણે ફેલાયેલી મહામારીમાં કેટલાય કાયદા કાયદાકીય પ્રશ્નો પણ ઉપસ્થિત થતા રહ્યાં છે. જેમાં ફરજિયાત પણે કોરોના વિરોધી રસી લેવાના નિયમો તેમજ કચેરીઓ અને સંસ્થાઓમાં રસીકરણ વિનાના લોકોને પ્રવેશ બંદ સહિતના મુદ્દાઓ ઉઠ્યા હતા. આ મામલે દેશની સર્વોચ્ય અદાલતમાં પણ એક અરજી કરવામાં આવી છે. જેની સુનવણી દરમિયાન કોર્ટે કેટલીક મહત્વની ટિપ્પણીઓ કરી હતી.

દેશની સુપ્રીમ કોર્ટે Supreme Court સોમવારે ટિપ્પણી કરી હતી કે, કોઈપણ વ્યક્તિને કોરોના વિરોધી રસી લેવા માટે દબાણ કરી શકાય નહીં. સાથે જ કહ્યું કે જાહેર સંસ્થાઓ અને સ્થળો પર કોરોના રસીકરણ વિના પ્રવેશ ન કરી શકે તેવી લાદવામાં આવેલી રાજ્ય સરકારો અને સંસ્થાઓન શરતો પણ યોગ્ય નથીય હાલની સ્થિતીમાં તે નિયમ પરત લેવા જોઈએ. સાથે જ કોર્ટે કહ્યું કે રસીકરણ માટે દબાણ કરી શકાય નહીં.

Breaking News Gujarati: સરકાર રસી માટે દબાણ ન કરી શકે : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે હાલની રસીકરણની નીતિને પણ ગેરવાજબી અને સ્પષ્ટ રીતે મનસ્વી છે તેવું પણ કહેવાય નહીં. સરકાર નીતિ બનાવી શકે અને લોકોના ભલા માટે કેટલીક શરતો પણ રાખી શકે છે.

સુપ્રીમ કોર્ટે કોરાની વિરોધી રસીકરણ ફરજિયાતને ગેરબંધારણીય જાહેર કરવા માટે થયેલી અરજીમાં સુનાવણી દરમિયાન કોવિડ વિરોધી રસીની પ્રતિકૂળ અસરોના ડેટા અંગે પણ ટિપ્પણી કરી હતી. કોર્ટે આ ડેટાને સાર્વજનિક કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....