Homeગુજરાતઅમદાવાદરાજકારણના મોટા સમાચાર/ પ્રશાંત કિશોરની 500 લોકોની ટીમ ગુજરાત આવી ગઈ !

રાજકારણના મોટા સમાચાર/ પ્રશાંત કિશોરની 500 લોકોની ટીમ ગુજરાત આવી ગઈ !

-

Breaking News Gujarati, રાજકીય Politics : ગુજરાતના રાજકારણના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જ્યારે નજીક આવી ગઈ છે ત્યારે ભાજપ BJP, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તૈયારીઓ કરવા લાગી છે. પરંતુ વર્ષો સુધી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ Congress આ વખતે નવી રણનીતી ઘડી રહી હોય તેવી માહિતી સામે આવી રહી છે. જેના માટે ગઈકાલે અમદાવાદ ખાતે 500 જેટલી વ્યક્તિઓ સર્વે કરવા પહોંચી ચૂકી હોવાનું સુત્રો માહિતી આપી રહ્યાં છે.

Breaking News Gujarati/ પ્રશાંત કિશોરની 500 લોકોની ટીમ ગુજરાત આવી ગઈ

રાજ્યમાં આ વખતની વિધાનસભા ચૂંટણી આમ આદમી પાર્ટી AAP ના પ્રવેશ બાદ વધારે રોચક રહેશે તેવી શક્યતાઓ છે. જેમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીને કારણે પોતાને નુકશાન થાય તેમ માની રહી છે. પરંતુ આ નુકશાનને કેમ ઓછું કરી શકાય તેના માટે અમદાવાદમાં 500 લોકોની ટીમ પહોંચીનું સુત્રો જણાવે છે. આ જંગી ટીમને રણનીતીકાર પ્રશાંત કિશોરએ મોકલી હોવાની સુત્ર પાસેથી માહિતી મળે છે. સુત્ર એ પણ જણાવે છે કે, ગાંધીનગર ચાંદખેડા પાસે આવેલા એક એપાર્ટમેન્ટને રેન્ટ પર રાખ્યું છે. આ જંગી ટીમ ગુપચૂપ રાહે કોંગ્રેસ માટે સર્વેનું કામ કરશે અને રિપોર્ટ તૈયાર કરી પ્રશાંત કિશોરને સોંપશે.

આ 500 લોકની ટીમ ગુજરાતમાં પહોંચશે તેની ગુજરાત કોંગ્રેસને પણ ગંધ આવવા દેવામાં આવી ન હતી. તેમજ આ ટીમના લોકો કોઈ પણ કોંગ્રેસી નેતાની મુલાકાત કર્યા વિના જ ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરશે. ટૂંકમાં કહીએ તો સંપુર્ણ શક્યતા છે કે કોંગ્રેસ માટે પ્રશાંત કિશોર ગુજરાતમાં રણનીતી ઘડશે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા. આ નેતાઓ એ ગુજરાતમાં રાજનીતીની સોગઠા ગોઠવવામાં માહેર પ્રશાંત કિશોરની માંગણી કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે કરી હતી. પરંતુ આજ સુધી કોંગ્રેસ હાઈકમાન્ડે કે પ્રશાંત કિશોરે સ્પષ્ટ રીતે ગુજરાત બાબતે કોઈ જાહેરાત કરી નથી.

આજના તાજા સમાચાર ગુજરાતીમાં મેળવો :

પ્રેમસુખ ડેલુએ જામનગર SP નો ચાર્જ સંભાળ્યો, ભયથી ગુંડાઓ જાતે જ ગેરકાયદે બાંધકામો તોડી પાડતા

LRD પરીક્ષા પહેલા પાળ બાંધવા યુવરાજસિંહની ધરપકડ: પ્રવિણ રામ નો ગંભીર આક્ષેપ

જૂઓ વીડિયો/AAP નેતા યુવરાજસિંહે પોલીસ પર કાર ચઢાવ્યાના ફૂટેજ સામે લાવી પોલીસ

Must Read