Homeગુજરાતશંકાસ્પદ બે બોટ ઝડપી પાડતું ભારતીય કોસ્ટગાર્ડ અને NCB: પોરબંદર

શંકાસ્પદ બે બોટ ઝડપી પાડતું ભારતીય કોસ્ટગાર્ડ અને NCB: પોરબંદર

-

પોરબંદર : રાજ્યમાં ડ્રગ્સના કારોબાર પર સતત પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો અને કોસ્ટગાર્ડ નજર રાખી રહ્યું છે. ત્યારે ભારતીય કોસ્ટગાર્ડ અને નોર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) દ્વારા બે ઈરાની બોટને શંકાસ્પદ જણાતા પકડી પાડી છે.

NCB દ્વારા બે ઈરાની બોટને પકડી જેટી ખાતે લાવતા સુરક્ષા એજ્નસીઓના અધિકારીઓ પણ પહોંચી ગયા હતા. હાલ અધિકારીઓ બોટમાંથી પકડાયેલા શંકાસ્પદ  વ્યક્તિઓની પુછપરછ કરી રહ્યાં છે.

પ્રારંભીક અહેવાલો મુજબ આ બોટ ઈરાનની છે તેવી વિગતો મળે છે પરંતુ સત્તાવાર રીતે આ બાબતે કોઈ નિવેદન કે વિગત સામે આવી નથી.

એક અહેવાલ પરથી સમગ્ર ઓપરેશન NCBએ હાથ ધર્યુ હતું જેમાં કોસ્ટગાર્ડની પણ મદદ લેવામાં આવી હતી.

વધુ સમાચાર- રાજકોટ ડિવિઝનની આ ટ્રેન 28 ઓગસ્ટ સુધી દર શનિ-રવિ રદ્દ રહેશે

વધુ સમાચાર- પુત્રીએ માતાનું મોત હાર્ટ એટેકથી નહીં પણ હત્યા હોવાની ફરિયાદ નોંધાવી: કલ્યાણપુર

Must Read