Breaking News Gujarati– ગાંધીનગર Gandhinagar : ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી Jitu Vaghani ના શિક્ષણ બાબતે આપેલા નિવેદને વિવાદ વધાર્યો છે. અગાઉ પણ આમ આદમી પાર્ટીના મનીષ સિસોદીયાએ ટ્વિટ કરી ગુજરાતમાં શીક્ષણ મુદ્દે ઘેર્યા હતા. ઉપરાંત આમ આદમી પાર્ટી AAP એ ગુજરાત ભાજપના નેતા અને મંત્રીઓને દિલ્હીની શાળાઓ જોવા આમંત્રણ પણ આપ્યુ હતું. પરંતુ ત્યાર બાદ વાઘાણીએ રાજકોટમાં આપેલા નિવેદને તેમને વધારે ભેરવી દિધા હોય તેમ જણાય છે.
Breaking News Gujarati/ દિલ્હીના શિક્ષણમંત્રીએ કહ્યું હું સોમવારે ગુજરાતની શાળા જોવા જઈશ
વિધાનસભામાં કોંગ્રેસ Congress પણ ભાજપ સરકારને શિક્ષણ મુદ્દે ઘેરી હતી અને આમ આદમી પાર્ટીએ પણ તેમને ઘેરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ રાજ્યના શિક્ષણ મંત્રી વાઘાણીએ રાજકોટમાં જતા રહેવા જેવા શબ્દો બોલી વિવાદને વધુ ઘેરો કરી નાખ્યો જણાય છે. ત્યારે હવે આપ પાર્ટીના દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા Manish Sisodia એ પલટવાર કરી કહ્યું કે, ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા બાબતે કોઈ કાર્ય થયુ નથી.
મનીષ સિસોદીયાએ ગુજરાત સરકારને ઘેરતા કહ્યું કે, સોમવારે હું ગુજરાત પ્રવાસ પર આવી રહ્યો છું ત્યારે હું ગુજરાતની સ્કૂલો જોવા જઈશ. સાથે વાઘાણી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે જીતુ વાઘાણીના નિવેદનમાં અહંકાર સમાયેલો છે. આ નિવેદન ખૂબ જ શરમજનક છે.
દરમિયાન રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી એ નિવેદન આપ્યું હતું કે, મારી વાતને ટુકડે-ટુકડે રજૂ કરવામાં આવી હતી. આ ગુજરાત રાજ્યને બદનામ કરવાનું કાવતરું છે. અને ગુજરાતના ગૌરવ માટે મારે કોઈના પ્રમાણપત્રની જરૂર નથી.
Read more Viral News Gujarati :
કેમ પત્રકારોને કર્યા અર્ધનગ્ન ! શું છે વાયરલ તસવીરનો મામલો જાણો
જૂઓ વીડિયો : બકરીની ભુખ શાંત કરવા ગધેડા એવી મદદ કરી કે લોકો દંગ રહી ગયા