Monday, May 16, 2022

ફ્લાઈટથી વડોદરા આવેલા વૃધ્ધ કોરોનાના XE વેરિઅન્ટ સંક્રમિત, ગુજરાતનો પ્રથમ કેસ

Breaking News Gujarati, First Covid xe variant in Gujarat : કોરોનાની ત્રીજી લહેરની સંભવીત ગંભીર સ્થીતી સામે લડવામાં આપણે સૌ સફળ રહ્યાં. કોરોનાનો ઓમિક્રોન વેરીએન્ટ ભારતમાં મોટું નુકસાન કરશે તેવી ચર્ચાઓ વચ્ચે ભારતે ઓમિક્રોનને પણ હરાવ્યો છે. ત્યાં હવે ગુજરાતમાં કોરોનાનો XE વેરિઅન્ટ પ્રવેશ કરી ચૂક્યાના અહેવાલ મળે છે. હાલ દર્દી ગુજરાત મુલાકાત લઈ ફરી મુંબઈ પહોંચી ગયાની ચોંકાવનારી માહિતી પણ મળે છે.

Breaking News Gujarati/ વડોદરા આવેલા વૃધ્ધ કોરોનાના XE વેરિઅન્ટ સંક્રમિત

આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી મુજબ મુંબઈ થી વડોદરા Vadodara ફ્લાઈટમાં આવેલા 67 વર્ષીય પુરૂષ પ્રવાસીનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે ટેસ્ટને પૃથ્થકરણ માટે ICMRની ગાઈડલાઈન મુજબ જીનો સિક્વન્સીંગ માટે ગાંધીનગર ખાતે મોકલાવમાં આવ્યો હતો. જે પૃથ્થકરણનું પરિણામ ગઈકાલે રાત્રીના સમયે આવ્યું જેમાં તે દર્દી પોઝિટીવ જણાય આવ્યા છે. અને દર્દી કોરોનાના XE વેરિઅન્ટી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દર્દીએ વડોદરમાં ટેસ્ટ સમયે પરિજનનું આધાર કાર્ડ આપી ટેસ્ટ કરાવ્યો હતો. જેના કારણે તેઓ હાલ મુંબઈ પણ પહોંચી ચૂક્યા છે. આરોગ્ય વિભાગે દ્વારા દર્દી સાથે ટેલિફોનિક વાતચીત કરી સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા પ્રિકોશનના ભાગ રૂપે વડોદરાના સ્થાનિક વિસ્તારમાં કોવિડ ગાઇડલાઇન અનુસાર નિયત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

આજના ગુજરાતી સમાચાર વાંચો :

ચિંતન વૈષ્ણવની તરફેણમાં હાઈકોર્ટનો ચૂકાદો, 3 માસમાં ફરજ પર લેવાનો આદેશ

- Advertisment -

Must Read

farmers protest leader ghulam mohammad jaula dies today

અલ્લાહ હુ અકબર, હર હર મહાદેવનો નારો આપી ખેડૂતોમાં એકતાના હિમાયતી...

Gujarati News Live નવી દિલ્હી : દેશના ઈતિહાસમાં સૌથી મોટું ખેડૂત આંદોલન અને આંદોલનકારી અને આગેવાનોની એકતા...