Homeમનોરંજનશિક્ષણ મંત્રીની મોટી જાહેરાત, અધ્યાપકોના મોટા પડતર પ્રશ્ન ઉકેલવાની થઈ જાહેરાત

શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત, અધ્યાપકોના મોટા પડતર પ્રશ્ન ઉકેલવાની થઈ જાહેરાત

-

Breaking News Gujarati Today : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની અધ્યક્ષતામાં પાટનગર ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યના અધ્યાપકના વિવિધ મંડળોના પડતર પ્રશ્નો પર વિચાર વિમર્શ કરી મહત્વાના નિર્ણયો કરવામાં આવ્યા છે. સાથે જ આ બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈ આયોજન બાબતે પણ ચર્ચાઓ થઈ હતી.

બુધવારના રોજ ગાંધીનગર ખાતેની કેબિનેટ બેઠક પુર્ણ થયા બાદ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં અધ્યાપકના વિવિધ મંડળોના પડતર પ્રશ્નો મામલે નિરાકરણ કરવામાં આવ્યું છે. સાથે જ શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી હતી કે, તારીખ 01-01-2016 થી કોલેજ અધ્યાપકના પ્રમોશન સ્થગિત છે તેને પુનઃ સ્થાપિત કરવામાં આવશે. સાથે જ તારીખ 01-02-2016 ના ઠરાવમાં શરત 8 ને પણ હટાવવામાં આવી છે. ઉપરાંત અધ્યાપકોને CS નો લાભ મળશે અને CCC+, હિન્દી, ગુજરાતી જેવી પરીક્ષા દૂર કરવાની પણ શિક્ષણ મંત્રી એ જાહેરાત કરી છે.

કોલેજના અધ્યાપકોને સાતમાં પગાર પંચ મુજબના લાભ આપવાની પણ જાહેરાત જીતુ વાઘાણી એ કરી હતી. સાથે જ તારીખ 01-01-2023 બાદમાં CS હેઠળના પ્રમોશન પણ મળવા પાત્ર હશે તેમને પરીક્ષા પાસ કરવાની રહેશે, અને CCC તેમજ ગુજરાતી, હિન્દીની પરીક્ષા પણ પાસ કરવી પડશે. અધ્યાપકોને સળંગ નોકરીનો ફાયદો અને કોલેજમાં પ્રિન્સીપલની ખાલી પડેલી જગ્યા છે તેને ભરવાની પણ તેઓ એ જાહેરાત કરી હતી.

Breaking News Gujarati : અધ્યાપકોના મોટા પડતર પ્રશ્ન ઉકેલવાની થઈ જાહેરાત

ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી અને ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે બુધવારના રોજ કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ચૂંટણી લક્ષી આયોજન સહિતના વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી, આ બેઠક બાદ શિક્ષણ મંત્રીએ અધ્યાપકો માટેની જાહેરાત કરી હતી.

Must Read