UP Board 12th Exam Paper Leak News Gujarati Today :ગુજરાત Gujarat માં ગત થોડા વર્ષોથી પેપર લીકના આરોપ અવારનવાર થતા રહ્યાં છે. ત્યારે ઉત્તર પ્રદેશ UP માં પણ પેપર લીકના કારણે પરીક્ષા રદ્દ કર્યાના અહેવાલ મળી રહ્યાં છે. ઉત્તર પ્રદેશના આઝમગઢના બલિયા જિલ્લામાં અંગ્રેજી વિષયનું પેપર લીક English Paper Leak થતા આઝમગઢના તમામ પરીક્ષા કેન્દ્રો Exam Center પર આ પરીક્ષા રદ કરાઈ હોવાના અહેવાલ છે. આ પરીક્ષા રદ્દ કરાતા હવે પરીક્ષાર્થીઓ ને ફરીથી જે તારીખ નક્કી થાય ત્યારે પરીક્ષા આપવાની રહેશે.
એક અહેવાલમાં જણાવ્યા મુજબ આ બાબતે તમામ સેક્ટર મેજિસ્ટ્રેટને જાણ કરી દેવાઇ આવી છે. બાગપત જિલ્લા સહિત અન્ય 23 જિલ્લાઓમાં પણ બપોરના સમયે યોજાનારી ઇંટરમીડિયેટની પરીક્ષા રદ્દ Exam Cancel કરી દેવાઇ હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. અહેવાલો પરથી માહિતી મળે છે કે, જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ પ્રમાણે તારીખ 30 માર્ચે યોજાનારી ઈંટરમીડિયેટ સેકન્ડ શિફ્ટ (બીજી પાળી)ની અંગ્રેજી વિષયની પરીક્ષા તમામ પરીક્ષા કેન્દ્રો પર રદ્દ કરાઈ છે.
વીડિયો/કૂતરા અને ઘોડાની મિત્રતા અને ગાઢ પ્રેમ સોશિયલ મીડિયા પર વાયરલ
યુપીમાં પેપર લીકના પગલે 24 જિલ્લાઓમાં થઈ પરીક્ષા રદ્દ ? UP Board 12th Exam Paper Leak
આગ્રા | મથુરા | અલીગઢ |
મૈનપુરી | ગાઝિયાબાદ | બદાયું |
બાગપત | શાહજહાંપુર | ઉન્નાવ |
સીતાપુર | મહોબા | લલિતપુર |
જાલૌન | આંબેડકરનગર | ચિત્રકૂટ |
પ્રતાપગઢ | ગોંડા | આઝમગઢ |
ગોરખપુરી | બલિયા | વારાણસી |
એટા | કાનપુર દેહાત | શામલી |
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં બોર્ડની પરીક્ષા ગત 24 માર્ચના રોજથી શરૂ થઈ ગયેલી છે. જેમાં આજરોજ તારીખ 30 માર્ચે બીજી શિફ્ટમાં ઈંટરમીડિયેટનું અંગ્રેજી વિષયનું પેપર હતું. પણ આ વિષયની પરીક્ષા થાય તે પહેલાં જ પેપર લીક થઈ જતા રાજ્યના કુલ 275 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા રદ્દ કરવાનો નિર્યણ કરાવમાં આવ્યો છે. પરિણામે લાખો વિદ્યાર્થીઓના અસરગ્રસ્ત થયા છે. હવે ફેર પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.
Read More Gujarati News :
દિલ્હીના CM કેજરીવાલના નિવાસ પર હુમલો, ભાજપના કાર્યકરોનું કામ હોવાનો ‘AAP’નો આરોપ
ચાલુ બોર્ડની પરીક્ષામાં ત્રાટક્યું મધમાખીનું ઝુંડ: ભાવનગર
અકસ્માતનો વીડિયો/હાઈવે પર 50થી વધુ વાહનો અથડાયા, 2ના મોત તો કેટલાક ઘાયલ