Homeરાજકારણમોંઘવારીનો માર/ખેડૂત આંદોલનનો બદલો લઈ રહી છે મોદી સરકાર: સુરજેવાલા

મોંઘવારીનો માર/ખેડૂત આંદોલનનો બદલો લઈ રહી છે મોદી સરકાર: સુરજેવાલા

-

Breaking News Gujarati Today: આજના સમાચાર, રાજકીય Politics : દેશમાં વધી રહેલી મોંઘવારીના માર મામલે કોંગ્રેસ Congress ના પ્રવક્તા રણદીય સુરજેવાલા Randeep Singh Surjewala દ્વારા એક પત્રકરા પરીષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરજેલાવા એ કેન્દ્રની ભાજપ સરકાર અને પ્રધાનમંત્રી મોદીને આડેહાથ લીધા હતા. સુરજેવાલા એ કહ્યું કે સરકાર ખેડૂતોના આંદોલનનો બદલો લઈ રહી છે, DAP ખાતર માં 50 કિલોની બેગ પર 150 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. મોદી રોજ પેટ્રોલ-ડિઝલ ના ભાવ વધારીને ગુડ મોર્નિંગ ગિફ્ટ આપી રહી છે. સુરજેવાલાએ મોંઘવારમાં મોદી ધર્મ નિરપેક્ષ હોવાનો કટાક્ષ કરી પ્રધાનસેવકને પણ આડેહાથ લીધા હતા.

સુરજેવાલાએ કહ્યું હતું કે, મોંઘવારીના કારણે નવા વર્ષમાં એક એપ્રિલથી લોકો પર એક લાખ 25 હજાર 407 કરોડ રૂપિયાનો બોજ પડ્યો છે. તેમજ પેટ્રોલ-ડિઝલ ના ભાવમાં છેલ્લા 12 દિવસમાં 10મી વખત ભાવ વધાર્યા છે માટે હવે પેટ્રોલમાં 7.20 રૂપિયાનો ભાવ વધારો થઈ ગયો છે.

Breaking News Gujarati Today/ખેડૂત આંદોલનનો બદલો લઈ રહી છે મોદી સરકાર: સુરજેવાલા

પ્રધાનમંત્રી મોદી પર મોંઘવારીના શાબ્દિક પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે, મોદી સરકારનો મંત્ર છે કે, ચૂંટણીમાં મળતી જીત એ લૂંટનું લાયસન્સ છે. મોદી સરકારની મોંઘવારીને કારણે લોકો પરેશાન છે. હાલની સ્થિતીમાં મોંઘવારી દરેક ઘર પર હુમલો કરી રહી છે. ત્યારે રાંધણ ગેસ અને કોમર્શિયલ રાંધણ ગેસમાં રૂપિયા 250નો વધારો ઝિંકવામાં આવ્યો છે. સાથે જ જણાવ્યું કે આ ઘરેલું ગેસ સિલીન્ડરના ભાવ દસ દિવસ પહેલા જ વધારવામાં આવ્યા હતા.

તાજેતરમાં જ દવાના ભાવ વધારાને લઈ કરાયેલા નિર્ણય બાબતે પણ સુરજેવાલાએ કહ્યું હતુ કે, સી.એન.જી. પી.એન.જી. ના ભાવ, અને ટોલ ના ભાવ પણ 10 થી 18 ટકા સુધી વધી ગયા છે. ત્યારે બીમાર લોકોની દવાના પણ ભાવ વધી રહ્યાં છે. જેમાં 800 જરૂરી દવાના ભાવ 11 ટકા સુધી વધારાયા છે. તાવ, હ્રદય અને લોહીની કમી તેમજ વિટામીનની ગોળીઓના ભાવ પણ વધી ગયા છે.

બાંધકામના રો મટિરિયલ્સના ભાવ વધારા મામલે પણ સુરજેવાલા સરકાર પર વરસી પડ્યા હતા. તેમણે જણાવ્યું કે, ઘર બનાવાવનું પણ હાલ મોંઘુ બની ગયું છે. સેનેટરી ફિટિંગ્સથી માંડી, સ્ટીલ, સિમેન્ટ, લાકડા સહિતની વસ્તુના ભાવ વધી ગયા છે. તેનો સીધો ફાયદો મોદીજીના મિત્રોને થાય છે, લોનના વ્યાજ પર મળતી રાહત બંધ કરી દિધી, પી.એફ.ના ખાતા પર પણ ટેક્સ લગાવી દિધો, ચૂંટણીમાં ભાજપ હિન્દૂ મુસ્લીમ કરે છે અને ચૂંટણી જીત્યા બાદ પ્રજાને લૂંટે છે.

તેમણે વધુમાં કહ્યું કે, ભાજપ મોંઘવારીના મામલે કોઈ ભેદભાવ કરતી નથી. મોંઘવારીના મામલે મોદી ધર્મનિરપેક્ષ છે. મુખ્યન્યાયાધીશની ટિપ્પણી પર રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, સીબીઆઈ, ઈડી, આઈટી જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓ સરકારની આગળ નતમસ્તક અને ભાજપના સંગઠન તરીકે કામ કરી રહી છે. કોર્ટમાં બેસીને ચિંતા વ્યક્ત કરવાથી કશું થવાનું નથી. મુખ્ય ન્યાયાધીશ અને તેમના સાથે જ્યાં સુધી કઠોર પગલા લઈને જવાબદારી નિભાવતા અંકુશ નહીં લગાવે ત્યાં સુધી ફક્ત વાતો કરવી નકામી છે.

વધુ Gujarati Samachar વાંચો

રાજ્યમાં 77 IPS અધિકારીઓની બદલી, કોની ક્યાં થઈ નિમણૂંક વાંચો યાદીમાં

ખેડૂતોની આવક નહીં ખર્ચ ડબલ કર્યો સરકારે, મુખ્યમંત્રીને પત્ર લખી આંદોલનની ચીમકી ઉચ્ચારતા પાલ આંબલીયા

વાયરલ ખબર/ કારની છત પર ડાન્સ કરતા યુવકોને પોલીસે કર્યો આવો દંડ

Must Read